તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રાફિક કોન્સ્ટે.ની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી

ટ્રાફિક કોન્સ્ટે.ની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકા કચરા વિભાગીકરણ કેન્દ્રને તાળાં

ભુજનાવાણિયાવાડ વિસ્તારની પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલને ધકબૂશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારા વાહનચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કરવા સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે.

સિટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહેશ તેજમલ રાવલ વાહન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે ભુજના સંસ્કારનગરમાં રહેતા નિલેશ હરિભાઇ રાજગોર નામના યુવક પાસથી લાઇસન્સની માગણી કરાતાં મામલો બિચક્યો હતો. આરોપી નિલેશે લાઇસન્સ આપવાની આનાકાની કરી વકીલ તરીકેની ખોટી ઓળખ આપતાં કોન્સ્ટેબલ અને આરોપી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલી દરમિયાન નિલેશે મહેશભાઇને માર મારી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહેશ તેજમલ રાવલે ભુજ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે ગાંધીધામમાં ટ્રાફિક કોન્સ્ટેબલને માર મરાયાનો બનાવ બન્યો હતો. બનાવે ગાંધીધામ સંકુલની સાથે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી હતી.

ફક્ત ફોટોસેશન માટે કાર્યક્રમ યોજાયો હતો

સુધરાઇનાવિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, પ્રજાલક્ષી વિકાસકામો ફક્ત કાગળ ઉપર થાય છે. કચરા વિભાગીકરણ કેન્દ્ર ખોલીને પણ ખોટી પ્રસિદ્ધિ માટે ફક્ત ફોટોસેશન માટે કાર્યક્રમ યોજાયો હતો. પોકળ વાતો કરવાને બદલે નક્કર કામ કરી બતાવવું જોઇએ. જે માટે મેં પાલિકાના પ્રમુખને પત્ર લખી અનુરોધ પણ કર્યો છે.

એમ્પાયર ટાવરના માલિકને પોલીસ ઘરેથી ઉઠાવી ગઇ

ટ્રાફિકકોન્સ્ટેબલને માર મારનારા આરોપી નિલેશ ગોર એમ્પાયર ટાવરનો માલિક હોવાનું સામે આવ્યું છે, ત્યારે બનાવ બન્યા બાદ એમ્પાયર ટાવરના માલિકને પોલીસ તેમના ઘરેથી ઉઠાવીને લઇ ગઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે, પોલીસે આરોપીની હજુ સુધી સત્તાવાર ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.

વાહનચાલક પાસે લાઇસન્સની માગણી કરતાં મામલો બિચક્યો

અન્ય સમાચારો પણ છે...