તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રવાપર :નખત્રાણા તાલુકાના લોકોના પ્રશ્નો માટે પડતી મુશ્કેલી માટે તાલુકા

રવાપર :નખત્રાણા તાલુકાના લોકોના પ્રશ્નો માટે પડતી મુશ્કેલી માટે તાલુકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવાપર :નખત્રાણા તાલુકાના લોકોના પ્રશ્નો માટે પડતી મુશ્કેલી માટે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 13/6ને મંગળવારે સવારે 10 કલાકે બસ સ્ટેશન સામે ધોરમનાથ કોમ્પ્લેક્સમાં કાયમી કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મુકાશે. કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી દીપકભાઇ બાબરિયા, કચ્છ કોંગ્રેસના પ્રભારી રહીમભાઇ સોરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી સહિત પ્રદેશ-જિલ્લા-તાલુકાના તમામ હોદ્દેદારો હાજરી આપશે. નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુેખ મમુભાઇ આહિર, જિ.પં. સદસ્ય ખમાબા જાડેજા, દેવાબેન કુંવટ, તા.પં.ના સભ્યો, જિલ્લાના હોદ્દેદારો, યૂથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, કિસાન સેલ, લઘુમતિ સેલ, અ.જા. સેલ, લીગલ સેલ સહિતના તમામ પાંખો તથા વિવિધ ગામના સરપંચ સહિતના આગેવાનો કાર્યક્રમ માટે સહભાગી બની રહ્યા હોવાનું પક્ષની યાદીમાં જણાવાયું છે.

નખત્રાણામાં 13મીએ કાયમી કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મુકાશે

અન્ય સમાચારો પણ છે...