તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામના બાળ દર્દી બાદ તેની માતાને પણ સ્વાઇનફ્લુ

ગાંધીધામના બાળ દર્દી બાદ તેની માતાને પણ સ્વાઇનફ્લુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનીહોસ્પિટલમાં સારવાર લેતા ગાંધીધામના 11 વર્ષીય બાળકને સ્વાઇન ફ્લુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સારવાર દરમિયાન તેની કાળજી લેતી 32 વર્ષીય માતાને શુક્રવારે સ્વાઇન ફ્લુનો ચેપ લાગ્યો હોવાના હેવાલ છે.

ગાંધીધામમાં 11 વર્ષીય બાળકને સ્વાઇન ફ્લુના લક્ષણો જણાતા વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગુરુવારે તબીબી તપાસમાં તેને પણ સ્વાઇન ફ્લુ હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે, તેની તબીયત સ્થિર હતી, પરંતુ તબીબોની બેદરકારીની હદ તો ત્યારે થઇ ગઇ કે, સારવાર દરમિયાન બાળકની કાળજી લેતી 32 વર્ષીય તેની માતાને પણ સ્વાઇન ફ્લુનો ચેપ લાગ્યો હતો. સામાન્ય રીતે આવા સમયે દર્દીની આસપાસ રહેતા પરિવારજનોને પણ તકેદારી રૂપે ગોળી અપાતી હોય છે, જેથી સ્વાઇન ફ્લુનો ચેપ લાગે. જોકે, સ્વાઇન ફ્લુના જીવાણુ ભયંકર રીતે ચેપી હોય છે અને જરા સરખી બેદરકારીથી પણ દર્દીની પાસપાસના લોકોને ઝપટમાં લઇ લેતા હોય છે. જિ. પં.ના એપેડેમિક મે. ડો. અરૂણકુમાર કુર્મીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, જાન્યુઆરીથી 8મી જૂન સુધીમાં 14 પોઝિટિવ કેસ ચોપડે ચડ્યા છે, જેમાંથી 5ની તબીયત સુધારા પર હોઇ હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી અને 4ને સારવાર અપાઇ રહી છે. 5 વ્યક્તિએ સારવાર દરમિયાન દમ તોડી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...