તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રવાપરમાં જ્વેલર્સની ચોરી કરનારો આરોપી જબ્બે

રવાપરમાં જ્વેલર્સની ચોરી કરનારો આરોપી જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવાપરમાંરહેતો મામદ ઉર્ફે મામલો કાસમ હારૂન ભજીર (ઉ.વ.23) નામનો શખ્સ ચોરીના દાગીના લઈ નખત્રાણા વેચવા આવ્યો હતો, તે વખતે બાતમીના આધારે એલસીબીએ તેને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસે રહેલાં પોટલામાંથી ચાંદીના સાંકળાં (જોડી નંગ 27-વજન 1327 ગ્રામ-કિંમત રૂપિયા 53186), ચાંદીના વાયર તથા ચાંદીના કટકા (વજન 1545 ગ્રામ-કિંમત 62727), ચાંદીના સિક્કા (નંગ 7, વજન 50 ગ્રામ-કિંમત 2030), એક મોબાઇલ (કિંમત 500)નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછતાછમાં મામદે પોતે ચાંદીના ઘરેણા 4 જૂનની રાત્રે એક-દોઢ વાગ્યાના અરસામાં રવાપરના રૂપારેલ કોમ્પ્લેક્સમાં આવેલી વેરાહી જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...