તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં શ્રીકાર વર્ષા તથા પુષ્કળ ધાન થવાની સંભાવના વ્યક્ત કરાઇ

કચ્છમાં શ્રીકાર વર્ષા તથા પુષ્કળ ધાન થવાની સંભાવના વ્યક્ત કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના ખાંભલામાં વાંકોલ માતાજી મંદિરે સમસ્ત રબારી સમાજ અને ભુવાઓની ઉપસ્થિતિમાં જાતર અને પતરીવિધિ યોજાઇ હતી.

બહોળી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં યોજાયેલા સમારોહમાં ઉબટ ગામના ભોપા પેના ભોપાના જણાવ્યા મુજબ ભર્યો બોલ જાતર અને પતરીવિધિમાં શોભરમ મઢમાં માતાજીના રૂખ સ્વરૂપે ધાન્ય આરોગી-દૂધ પીણું કરતાં વર્ષે જિલ્લાભરમાં શ્રીકાર વરસાદ થવાની સાથે-સાથે પુષ્કળ ધન-ધાન્ય પાકવાની સંભાવના છે.

કાર્યક્રમમાં સવારે હોમ-હવન, બપોરે મહાપ્રસાદ, સાંજે રાસ-ગરબા તેમજ રાત્રે દેવરા ભોપાના આશિર્વચનનું આયોજન કરાયું હતું.

સમારોહમાં માકપટ રબારી સમાજના પ્રમુખ હિરા કારા, ખેંગારભાઇ, લાખા વેજા, દેવા વંકા, વંકા દેવા, જેસા ભોપા, રાણા ભોપા, વેરશી ભોપા, કાંયા ભોપા, દેવા ભોપા, આશા ભોપા, હધુ ભોપા, વીએચપીના ધર્મેન્દ્ર ભાવાણી, રઘુવીરસિંહ જાડેજા, ચેતન રાવલ, લક્ષ્મણસિંહ સોઢા, પિયુષ રૈયાણી, કૃષ્ણકાંત પંડ્યા સહિતના અગ્રણીઓએ સમાજની એકતા અને સંગઠન પર ભાર મૂકી રબારી સંસ્કૃતિને જાળવી રાખવા હાકલ કરી હતી.

આયોજન વ્યવસ્થા ગામના રાણા રબારી, ગગુ રબારી, જેઠા માસ્તરના માર્ગદર્શન હેઠળ સમાજના યુવા કાર્યકર ભાઇઓ-બહેનોએ સંભાળી હતી.

ખાંભલામાં વાંકોલ માતા મંદિરે ભર્યો બોલની પતરીવિધિ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...