તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હવે પોશ વિસ્તારમાં પણ નળ વાટે આવે છે દૂષિત પાણી

હવે પોશ વિસ્તારમાં પણ નળ વાટે આવે છે દૂષિત પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : લોકોપાસે કરવેરા ઉઘરાવતી નગરપાલિકાની જાહેર સુખાકારીની સેવા આપવાની પ્રાથમિક ફરજ છે, પરંતુ ભુજમાં ખાસ કરીને પાણીના મામલે એવો સિનારિયો છે કે, કોઇ સ્થળે તંત્રની બેદરકારીથી વારંવાર લાઇન તૂટતાં હજારો લિટર પાણી વેડફાય છે, તો અનેક વિસ્તારમાં એકાંતરાને બદલે ત્રણ ચાર દિવસે પાણી પુરવઠો અપાય છે, એમાં વળી શુક્રવારે નવી ફરિયાદ બહાર આવી હતી. શહેરના પોશ લેખાતા એસટી કોલોની, સંતોષી મા મંદિર સામેના વિસ્તારમાં નળ વાટે ગંદું પાણી વિતરીત કરાતાં રહીશોએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, પાલિકાની બેદરકારી લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં સમાન છે, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તો આવું થતું રહે છે, પણ હવે પોશ વિસ્તારમાં પણ દૂષિત પાણી મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...