તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જૂના રાવલવાડી વિસ્તારને મળ્યું બે હોમગાર્ડનું સુરક્ષા કવચ

જૂના રાવલવાડી વિસ્તારને મળ્યું બે હોમગાર્ડનું સુરક્ષા કવચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનારાવલવાડી વિસ્તારમાં કેટલાક તોફાની તત્ત્વો અંધારપટ સર્જી ભેદી પ્રવૃત્તિ કરતા હોવાના અખબારી અહેવાલને પગલે સતર્ક બનેલી પોલીસે વિસ્તારના લોકો સાથે તાકીદે લોકદરબાર યોજ્યો હતો. વિસ્તારને તરત બે હોમગાર્ડની સુરક્ષા ફાળવાઇ હતી.

ડીવાયએસપી જયસ્વાલ અને ભુજ સિટી પીઆઇ રાણાએ હાલના સમયમાં ટોળકીઓ લૂંટફાટની અવનવી તરકિબો અપનાવતી હોવાથી પાડોશીઓએ એકબીજા સાથે સંપર્કમાં રહેવાની ભલામણ કરી હતી. મહેશ્વરી સમાજના પ્રમુખ લલિત બુચીયાએ રજૂઆત કરતાં જણાવ્યું કે, જગ્યાએ રીક્ષા સ્ટેન્ડ હોવા છતાં કેટલાક રીક્ષાવાળાઓ ધરાર ઉભા રહી મોટે-મોટેથી ટેપ વગાડે છે, જેથી આસપાસના લોકોને પરેશાની થવા સાથે પસાર થતા મહિલા વર્ગને પણ ક્ષોભમાં મૂકાવું પડે છે. ભરત અજાણી ઉપરાંત સ્થાનિકના રહેવાસીઓ વગેરે હાજર રહ્યા હતા.

પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી રહેલા રાવલવાડીના રહીશો.

અખબારી અહેવાલથી પોલીસે યોજ્યો લોકદરબાર

અન્ય સમાચારો પણ છે...