Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
104 હેલ્પલાઇન પર કોલ કરવાથી આરોગ્ય ટીમ તાત્કાલિક ઘરે આવશે
ગુજરાતરાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મેલેરિયા નાબૂદી અભિયાન હેઠળ 5 વર્ષ માટે 104 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે, જેમાં 104 નંબર પર કોલ કરવાથી શહેરમાં માત્ર 2 કલાકે અને ગામડામાં 4 કલાકે આરોગ્ય ટીમ ધસી જશે.
કેન્દ્ર સરકારે અકસ્માત અને અણધારી ઘટના સમયે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય સેવા આપી દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા 108 મોબાઇલ સેવા શરૂ કરી હતી, જેથી જાનહાનિના કિસ્સામાં ઘટાડો થયો હતો. હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે મેલેરિયા નાબૂદી અભિયાન હેઠળ 104 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ડી.પી. પાંડેએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં પહોંચી શકાય એમ હોય અને તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટીથી દર્દીની હાલત કથળી ગઇ હોય, તો 104 હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી તાત્કાલિક સેવા મેળવી શકાશે. આરોગ્ય ટીમ ઘરે પહોંચી આવશે, જેમાં બ્લડ સ્લાઇડ લઇને મેલેરિયા સહિતની ચકાસણી કરવામાં આવશે અને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે.
ગંભીર કેસમાં સીએચસી, પીઅેચસીમાં ખસેડાશે
દર્દીનીહાલત ગંભીર જણાશે તો નજીકના સીએચસી અથવા પીએચસીમાં લઇ જઇ ઉપચાર કરવામાં આવશે.
રાજ્યસ્તરે રિપોર્ટિંગ કરવામાં આવશે
સ્થાનિકેકરાયેલી કામગીરીનો રિપોર્ટ રાજ્ય સ્તરે કરવામાં આવશે, જેમાં ટ્રીટમેન્ટ, અપાયેલી દવા, કોણે મુલાકાત લીધી તેની વિગત હશે.
તબીબીટીમને પૂરતી તાલીમ અપાઇ છે
104નીસુવિધા અંગે સ્થાનિકે આરોગ્ય વિભાગના કર્મચારીઓને પૂરતી તાલીમ પણ આપવામાં આવી છે.
કોલરાજ્ય કન્ટ્રોલ રૂમમાં રિસીવ થશે
104હેલ્પલાઇન પર કોલ કરવાથી પ્રથમ રાજ્ય કન્ટ્રોલ રૂમમાં રિસીવ થશે, ત્યારબાદ જિલ્લા કન્ટ્રોલ રૂમને જાણ કરાશે.
મેલેરિયા નાબૂદી અભિયાન હેઠળ 5 વર્ષ સુધી અપાશે સેવા
શહેરમાં માત્ર 2 કલાકે અને ગામડામાં 4 કલાકે પહોંચશે