• Gujarati News
  • National
  • અન્ય એજન્સીને તપાસ સોંપવાની માગ કરતી નલિયા પીડિતાની અરજી અયોગ્ય : રાજ્ય સરકાર

અન્ય એજન્સીને તપાસ સોંપવાની માગ કરતી નલિયા પીડિતાની અરજી અયોગ્ય : રાજ્ય સરકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નલિયામાંભાજપા અગ્રણીઓ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ સ્વતંત્ર તપાસ એજન્સીને તપાસ સોંપવાની દાદ માગતી કરેલી પિટિશનમાં રાજ્ય સરકારે આજે જવાબ રજૂ કરી મામલે તપાસ કરવા નિવૃત્ત જજની નિમણૂક કરવામાં આવી છે ત્યારે હવે રિટનો નિકાલ કરવો જોઇએ તેવી દાદ માગી છે. ભોગ બનેલી યુવતીએ એવી રજૂઆત કરી હતી કે, કાંડની તપાસ કચ્છના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી તેને યોગ્ય તપાસ થાય તેવી ભીતિ વ્યક્ત કરાઇ હતી. તે ઉપરાંત નિષ્પક્ષ તપાસ માટે સીઆઇડી ક્રાઇમ અથવા તો અન્ય કોઇ સ્વતંત્ર એજન્સી મારફતે તપાસ કરાવવા તેમણે માગ કરી હતી. દરમિયાન રાજ્ય સરકારે આજે જવાબ રજૂ કરી જણાવ્યું હતું કે, કેસમાં તપાસ ...અનુસંધાનપાનાનં.4



સંતોષકારકરીતે આગળ વધી રહી છે. કેસની તપાસ માટે એક નિવૃત્ત જજની પણ નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે હવે રિટનો નિકાલ કરવો જોઇએ.





અન્ય સમાચારો પણ છે...