• Gujarati News
  • National
  • બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે શોર્ટહેન્ડમાં 27માંથી 25 હાજર

બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે શોર્ટહેન્ડમાં 27માંથી 25 હાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે ધોરણ-12ના 6255 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાં લઘુલિપિના 27માંથી 25 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા.

15મીથી 30મી માર્ચ દરમિયાન ધોરણ-10 અને ધોરણ-12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4ની જાહેર પરીક્ષાઓ લેવાઇ હતી. ગુરુવારે અંતિમ દિવસે ધોરણ-12ની રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગુજરાતી અને અંગ્રેજી લઘુલિપિ ઉપરાંત સોશિયલ સ્કીલની પરીક્ષા લેવાઇ હતી, જેમાં 6548 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હતા, પરંતુ 6255 હાજર રહ્યા હતા અને 293 ગેરહાજર રહ્યા હતા. ઝોન અને વિષય પ્રમાણે જોઇએ, તો ભુજમાં રાજ્યશાસ્ત્રના 65 છાત્રમાંથી 62 હાજર રહ્યા હતા. સમાજશાસ્ત્રના 3982માંથી 3829 છાત્ર હાજર રહ્યા હતા. લઘુલિપિના 16માંથી 15 અને સોશિયલ સ્કીલના 33એ 33 હાજર રહ્યા હતા. ગાંધીધામમાં રાજ્યશાસ્ત્રના 13માંથી 12, સમાજશાસ્ત્રના 2428માંથી 2294, ગુજરાતી અને અંગ્રેજી લઘુલિપિના 11માંથી 10 હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...