• Gujarati News
  • National
  • આઈટી દ્વારા ભુજની પેઢી પર કાનૂની સકંજો કસાયો

આઈટી દ્વારા ભુજની પેઢી પર કાનૂની સકંજો કસાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ચાર વેપારી પેઢી અને પ્રોપાઈટર્સ પર એડવાન્સ ટેક્સ જમા કરાવવા અને જે-તે વર્ષના આઈટી રીટર્ન ભરવા બદલ ગાંધીધામ કોર્ટમાં કેસ દાખલ કરાયો, ટેક્સ ભરનારી વધુ પેઢીઓ પર પણ ટૂંક સમયમાં કાર્યવાહી કરવાના સંકેત પણ અપાયા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામ સ્થિત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુરુવારે ગાંધીધામ કોર્ટમાં 2014-’15 નાણાકીય વર્ષના ટેક્સ ભરવા બદલ કંડલા એનર્જી અને કેમિકલના સંજય પ્રકાશ રાય, 2011-’12ના વર્ષના ટેક્સ ભરવા બદલ નખત્રાણાના દીપક વસંત ઠક્કર, 2013-’14ના વર્ષનું રીટર્ન ભરવા બદલ જઈસુ શિપિંગના ચેરમેન સમીપ કેવલ રામાણી અને ભુજના રમેશ ખીમજી પટેલ પર કેસ દાખલ કરાયો હતો. તમામને નોટિસ દ્વારા અગાઉ સૂચના અપાઈ હોવા છતાં મચક આપતા વિભાગ દ્વારા લાલ આંખ કરી કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. આઈટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમયસર ટેક્સ ભરનારા અને આઈટી રીટર્ન ભરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા એવા સંકેત પણ અપાયા છે કે, હજુ કેટલાક નામો પાઈપલાઈનમાં છે, જેમના પર ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે.

ટેક્સ જમા કરનારી વધુ પેઢીઓ પર થશે કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...