• Gujarati News
  • National
  • આજે ભુજના વકીલો કોર્ટ કામકાજથી અળગા રહેશે

આજે ભુજના વકીલો કોર્ટ કામકાજથી અળગા રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારે 23મી માર્ચે લોકસભામાં રજૂ કરેલા લો કમિશનના બિલના વિરોધમાં રાજ્યભરમાં શુક્રવારે વકીલો પોતાના કામકાજથી અળગા રહેશે. જેને પગલે કચ્છમાં પણ વકીલો બંધ પાળશે.

દેશભરના 13 લાખ વકીલો સ્વયંભૂ રીતે કામકાજથી અળગા રહેશે, તેમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ ભરત ભગત અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યું છે. ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ બાર એસોસિયેશનના પ્રમુખ અસીમ પંડ્યાની અધ્યક્ષતામાં હાઇકોર્ટના વકીલોની મળેલી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યની સાથે કચ્છમાં પણ હડતાળમાં જોડાઇ વકીલો શુક્રવારે કામકાજથી અળગા રહેવાનું ભુજ બાર એસોસિયેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કોર્ટનું કામકાજ બંધ હોવાથી અદાલતોમાં રાખવામાં આવેલા કેસોમાં પક્ષકારોના હક્કને નુકસાન થાય તે માટે કેસમાં જે તે સ્થિતિ હોય તે સ્થિતિ યથાવત રાખવામાં આવે તેવી અદાલતને વિનંતી સાથે ભુજના બાર એસોસિયેશનના પ્રમુખ હેમસિંહ ચૌધરીની યાદીમાં જયાવાયું હતું, તો હાઇકોર્ટની મળેલી બેઠકમાં એવું જણાવ્યું હતું કે, જો કોઇ વકીલ તેનું પાલન નહી કરી કોર્ટમાં હાજરી આપશે, તેનું સભ્યપદ મહિના માટે રદ્દ કરવામાં આવશે તેવું ઠરાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે મિસકન્ડક્ટની વ્યખ્યા વ્યાપક બનાવી દીધી છે.

લો કમિશનના બિલના વિરોધમાં અપાયું એલાન

અન્ય સમાચારો પણ છે...