• Gujarati News
  • National
  • માંડવીના કલાકારોએ કચ્છની સાથે રાજ્યનું નામ રોશન કર્યું છે

માંડવીના કલાકારોએ કચ્છની સાથે રાજ્યનું નામ રોશન કર્યું છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનાનાટ્ય કલાકારો અભિનયની ઓજસ પાથરીને રંગમંચ ક્ષેત્રે માત્ર કચ્છનું નહીં પણ રજ્યનું નામ રોશન કર્યું છેે તેવું માંડવીમાં વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ભજવાયેલાં બે નાટકના કાર્યક્રમમાં જણાવાયું હતું.

વિવેકાનંદ રિસર્ચ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગોકલદાસ ખીમજી ટ્રસ્ટ અને વિઝ્યૂઅલ આર્ટસના ઉપક્રમે રંગમંચ પૂજન બાદ યોજાયેલા સમારોહને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજાએ માંડવીના કલાકારોની ધગશ બિરદાવી હતી. પ્રસંગે ડો. જયંત ખત્રીલિખિત અને ડો. આર.વી. બસિયા રૂપાંતરિત લોહીનું ટીપું અને વિનોદ અમલાણી લિખિત મિડનાઇટ નાટકનું મંચન કરાયું હતું.

ગોરધન પટેલ (કવિ)એ તાલીમથી અભિવ્યક્તિ સુધીની પ્રક્રિયા વિશે પ્રકાશ પાડ્યો હતો. ભરત વેદે યુવા કલાકારોની ખંત અને માંડવીના નાટ્ય રસિકોની ચાહનાની પ્રશંસા કરી હતી. સપ્તરંગના પ્રમુખ ઝવેરીલાલ સોનેજીએ રંગભૂમિ દિનની ઉજવણી બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પ્રા. બકરાણિયા, જગદીશ ભટ્ટ, વી.કે. સોલંકી, વસંબેન સાયલા, ડો. હર્ષદ ઉદેશી અને મંચસ્થોના હસ્તે કલાકારોનું સન્માન કરાયું હતું.

વિશાલ સાધુ, કિશનસિંહ જાડજા, ભદ્રેશ સંઘવી, સિકંદર ભાડલાભૈયા, કપિલ ગોર સહિતના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.

નાટક ભજવી રહેલા કલાકારો

વિશ્વ રંગભૂમિ દિને માંડવીમાં બે નાટકો ભજવાયાં

અન્ય સમાચારો પણ છે...