શહેરમાં દર 100 મીટરે એક બમ્પ !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતોનિવારવા સ્પીડબ્રેકર જરૂરી છે, શાળા કે હોસ્પિટલ હોય ત્યાં પણ બમ્પર હોવા જોઇએ, પરંતુ ભુજમાં તો જરૂરી હોય તેવી જગ્યાએ પણ બમ્પ લગાડવાની ઝુંબેશ ચાલતી હોય તેવો તાલ જોવા મળ્યો છે. શહેરનો ભાગ્યે કોઇ એવો વિસ્તાર હશે જ્યાં વાહનો માટે ‘ફ્રીવે’ બચ્યો હોય ! કેટલાકના નાગરિકોએ દાખલો આપતાં જણાવ્યું કે, જ્યુબિલી સર્કલથી આરટીઓ સર્કલ સુધીમાં સરેરાશ દર 100 મીટરે એક સ્પીડબ્રેકર ખોડી દેવાયું છે. આરટીઓ સાઇટ અંદર તો દર 50 મીટરે એક બમ્પર નખાયું છે.

કોઇ એક નીતિનો અભાવ હોય તેમ સાઇટમાં લગભગ 200 મીટરના રોડમાં 5 ફોલ્ડિંગ બમ્પ લગાવાયા છે, ઓછા હોય તેમ હવે આર્મીના ટાંકાથી થોડે દૂર, ઢોળાવ પર સિમેન્ટનું કઢંગું સ્પીડબ્રેકર બનાવાયું છે. નગરજનો એવો ઉકળાટ પણ દર્શાવી રહ્યા છે કે, ભારે વાહનોથી ધમધમતા મુખ્ય માર્ગ પર પણ જ્યાં-જ્યાં ગલી ફંટાતી હોય કે ડિવાઇડરનો કટ હોય દરેક જગ્યાએ ફોલ્ડિંગ સ્પીડબ્રેકર ખોડવામાં આવ્યા છે. જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક કાઉન્સિલરનું ઘર હોવાથી ખાસ જાણે બમ્પ મૂકવામાં આવ્યા હોય તેવી ફરિયાદ પણ વાહનચાલકોએ કરી હતી. રેવેન્યુ કોલોની તરફના માર્ગ પરના ઢાળથી નીચે બમ્પ મૂક્યા સમજી શકાય, પણ તેની સામેની બાજુએ સ્પીડબ્રેકર મૂકીને અવરોધ ઉભો કરાયો હોય તેમ ચાલકો અનુભવી રહ્યા છે. આનો વિરોધાભાસ જોઇએ તો જનરલ હોસ્પિટલ પાસે એક પણ સ્પીડ બ્રેકર મૂકાયું નથી. જિલ્લાભરમાંથી આવતા લોકોની પગપાળા તેમજ વાહન સાથે સતત અવર જવર હોવા છતાં પાલિકાને જનરલ હોસ્પિટલ જેવી જગ્યા દેખાઇ નથી. જો સામાન્ય શેરીઓમાં કે નગર સેવકોની ભલમણથી વચ્ચો વચ્ચ બમ્પ ખોડી દેવાતા હોય તો જનરલ પાસે તો કોઇની ભલામણ વિના નાખવા જોઇએ તેમ કેટલાકે સત્તાધિશો પર ટોણો માર્યો હતો.

જનરલ હોસ્પિટલ પાસે એક પણ નહીં

જ્યુબિલી સર્કલ નજીક નગરસેવકના ઘર પાસે બમ્પ

ટેક્સ ભરતા વાહનચાલકો માટે ‘ફ્રીવે’ની વાત સાવ વીસરી જવાઇ

હવે હદ થાય છે ! નીતિ-નિયમો નેવે મૂકીને ગમે ત્યાં ખોડાય છે સ્પીડબ્રેકર

અન્ય સમાચારો પણ છે...