• Gujarati News
  • National
  • રોમિયોગીરી કરતા બાઇકર્સ પર વોચ રખાશે

રોમિયોગીરી કરતા બાઇકર્સ પર વોચ રખાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસઅને લોકો વચ્ચે સમન્વય થાય અને સમાજલક્ષી કામગીરી થાય જેનાથી એક તંદુરસ્ત સમાજની રચના થાય તેવા ઉદ્દેશથી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બુધવારે પોલીસ અધિક્ષકની બેઠક મળી હતી. ભુજના લોક પ્રતિનિધિઓ દ્વારા ભુજમાં અમુક વિસ્તારોમાં રોમિયોગીરી વધી રહી હોવાની રજૂઆત કરતાં પોલીસવડાએ બાબતે પોતાનો મોબાઇલ નંબર આપી અને આવી પ્રવૃત્તિઓ ક્યાંય પણ નજરે પડે તો તરત મને જાણ કરજો, પોલીસ તરત એક્શન લેશે અને લોકપ્રતિનિધિઓ દ્વારા જે વિસ્તારોની રજૂઆત કરાઇ છે, તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બેઠકમાં સરકારાન 9 પ્રતિનિધિ અને 9 લોકપ્રતિનિધિ દ્વારા લોકોપયોગી નિર્ણયો લઇ આગામી વર્ષમાં લોક જાગૃતિના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. પોલીસવડા મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહિલા સુરક્ષા, ચાલકમિત્ર યોજના, બાળકોને રસીકરણ જેવી પ્રવૃત્તિઓ તથા હાલના સંજોગમાં જે સમસ્યાઓ છે, તે સમસ્યા પોલીસ અને લોકો સાથે મળી દૂર કરે તેવા પ્રયાસો કરવામાં આવે તેવા નિર્ણયો લેવાયા હતા. સુરક્ષા સેતુ સોસાયટીની બેઠકમાં લોકપ્રતિનિધિઓમાં ભુજના ભૌમિક વછરાજાની, નરેન્દ્ર પ્રજાપતિ, અર્જુન મહેશ્વરી, કનક વાઘેલા, કિરણબેન ગોસ્વામી, મનુભા જાડેજા, માધાપરના વિજય વરૂ, કુકમાના મુકુંદ પરમાર અને નખત્રાણાના આચાર ચાવલિયા જતે હાજર રહી કાયદો અને વ્યવસ્થા જાળવવા કયા પગલાં લેવા જરૂરી છે, તે બાબતે રજૂઆત કરી હતી. લોક પ્રતિનિધિઓની રજૂઆત સાંભળી પોલીસવડાએ નાયબ પોલીસવડા જેયસ્વાલને નોંધ કરાવી તાત્કાલિક અમલ કરવાની સૂચના આપી હતી.

પોલીસ વડાની ચેમ્બરમાં ચર્ચા

કઇ રજૂઆતો કરાઇ બેઠકમાં

ભુજનાલોકપ્રતિનિધિઓએ ખાસ તો ભુજના સ્ટેશન રોડ, છઠ્ઠીબારી રિંગરોડ અને અનમ રિંગરોડ પર સતત ટ્રાફિકજામ રહે છે તેવી રજૂઆત કરી હતી. મહિલાઓની સેફ્ટી માટે સ્પેશિયલ એપ બનાવવાનો સૂઝાવ પણ પોલીસવડાને આપવામાં આવ્યો, ખાસ તો શાળા, કોલેજો અને જાહેર સ્થળો પાસે રોમિયોગીરી વધી રહી છે, ત્યારે તેના પર લગામ આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

9 સરકારી અને 9 લોકપ્રતિનિધિ સાથે સુરક્ષા સેતુની બેઠકમાં લેવાયા નિર્ણય

અન્ય સમાચારો પણ છે...