• Gujarati News
  • National
  • ત્રણ રાજ્યમાં કોંગ્રેસનો વિજય, ગુજરાતમાં પણ થશે : કોંગ્રેસ

ત્રણ રાજ્યમાં કોંગ્રેસનો વિજય, ગુજરાતમાં પણ થશે : કોંગ્રેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાપાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતાં કોંગ્રેસે ભાજપ પાસેથી પંજાબ સરકાર ઝૂંટવી સાથે-સાથે અન્ય બે રાજ્યમાં વિજય મેળવી ત્રણ રાજ્યમાં કબજો જમાવ્યો હતો અને ગુજરાતમાં પણ આવી સ્થિતિ ઉભી થશે તેવું જિલ્લા કોંગ્રેસે જણાવ્યું હતું.

પંજાબ, મણિપુર અને ગોવામાં કોંગ્રેસ અગ્રીમ પાર્ટી રહી અને જનમાનસ ભાજપ વિરોધી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ભાજપના સમર્થનવાળી પંજાબ સરકારને જનતાને ઉખેડી, તો ગોવામાં ભાજપની હાર થઇ અને કોંગ્રેસે મણિપુરમાં સૌથી વધુ બેઠકો હાંસલ કરી છે. આમ, ત્રણેય રાજ્યમાં કોંગ્રેસની સરકાર મજબૂત બનવાની છે, જેથી યુપીની હારને લીધે હતાશ થવાની જરૂર રહેતી નથી.

જો ભાજપ કે વડાપ્રધાન મોદીની અસર હોય, તો ભાજપ સાશિત રાજ્ય કેવી રીતે ગુમાવ્યા તેવો સવાલ કર્યો હતો.

ગુજરાતમાં પણ લાંબા સમયથી સત્તામાં રહેલી ભાજપ સામે જનતાનો રોષ નવા-નવા સ્વરૂપોથી સામે આવી રહ્યો છે. 2017ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રજામાં વર્તાઇ રહેલા અસંતોષને લીધે કોંગ્રેસની સરકાર બનશે, એવું જિલ્લા મંત્રી ઘનશ્યામસિંહ ભાટીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...