• Gujarati News
  • National
  • ભુજમાં ઓલ્ફ્રેડ પાસે ગટરની ચેમ્બર ઉભરાતાં માર્ગ પર ગંદું પાણી રેલાયું

ભુજમાં ઓલ્ફ્રેડ પાસે ગટરની ચેમ્બર ઉભરાતાં માર્ગ પર ગંદું પાણી રેલાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંઓલ્ફ્રેડ હાઇસ્કૂલની સામેના એપાર્ટમેન્ટ પાસે શનિવારે સાંજે ગટરની ચેમ્બરમાંથી ગંદાં પાણી વહી નીકળ્યા હતા, જેથી આજુબાજુ રાહદારીઓને તકલીફ પડી હતી.

શહેરમાં દિવસ ઉગે અને અલગ-અલગ જગ્યાએ ગટરની ચેમ્બરમાંથી ગંદાં પાણી વહી નીકળવાની નીતનવી ઘટનાઓ સામે આવી રહી છે, જે છેલ્લા 1 વર્ષથી વકરી છે, પરંતુ લોકોની સેવા માટે ચૂંટાયેલા નગરસેવકોએ ગંભીરતાથી લીધી નથી. પૂર્ણકાલીન મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ હલ શોધવામાં રસ દાખવ્યો હોય તેમ સમસ્યા વકરી રહી છે. શનિવારે સાંજે શહેરના અન્ય સ્થળોની સાથે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલની સામે આવેલા એપાર્ટમેન્ટ સામે પણ ગટરની ચેમ્બરમાંથી ગંદાં પાણીનો રેલો વહેતો-વહેતો છેક જિલ્લા પંચાયત સુધી પહોંચી ગયો હતો.

બીજી બાજુ બીજો શનિવાર, રવિવાર અને સોમવારે ધૂળેટીની સળંગ ત્રણ દિવસ રજા આવતી હોવાથી મુખ્ય અધિકારી પણ 5 દિવસની રજામાં ઉતરી ગયા છે અને ડ્રેનેજ બ્રાન્ચની ફરિયાદ નોંધવાવાળું પણ કોઇ હતું, જેથી લોકોમાં નારાજગી ફેલાઇ હતી. લોકોએ બળાપો ઠાલવતાં કહ્યું હતું કે, નગરસેવકોના ધ્યાનમાં કેમ નથી આવતું સમજાતું નથી.

શહેરમાં દિવસ ઉગે અને કોઇને કોઇ જગ્યાએ સમસ્યા માથું ઉંચકે છે

નગરપાલિકાને કાયમી ઉકેલ શોધવામાં રસ હોવાથી લોકો હેરાન

અન્ય સમાચારો પણ છે...