• Gujarati News
  • National
  • પ્રા. શાળાઓમાં ઓવર સેટ અપની બદલીઓમાં ફેરફારનો આદેશ

પ્રા. શાળાઓમાં ઓવર સેટ-અપની બદલીઓમાં ફેરફારનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરથીપ્રાથમિક શિક્ષણ નિયામકે પ્રાથમિક શાળાઓમાં ઓવર સેટ-અપની બદલીના નિયમ બાબતે સ્પષ્ટતા કરતો આદેશ કર્યો હતો, જેમાં 10 ટકા મહેકમ જાળવવાના નિયમને કારણે 2ની વધ હોય તો સૌથી જુનિયર શિક્ષકને બદલીના અગ્રતાક્રમે મૂકવા જણાવાયું છે.

શિક્ષણ વિભાગના 2012ની 23મી જૂનના ઠરાવ પ્રકરણ (ખ)ની વધની બદલીઓ અંગેની જોગવાઇઓ મુજબ જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 2016ની 31મી ઓગસ્ટની સ્થિતિએ મંજૂર કરેલા મહેકમ મુજબ જે શાળાઓમા શિક્ષક વધી ઉભી થઇ હોય તેટલી વધ દૂર કરવા માટે 20મીથી 22મી માર્ચ સુધીમાં વધઘટની બદલીઓની કાર્યવાહી કરવાની છે, જેમાં 10 ટકા મહેકમ જાળવવાના કારણે છૂટા નહીં થયેલા બદલી હેઠળના શિક્ષક કે વિદ્યાસહાયકના કારણે વધ થાય તો તે શાળામાં હાલ વાસ્તવિક વધ ગણવાની રહેશે.

બદલી હેઠળના શિક્ષક જ્યારે છૂટા થઇને હાજર થવા આવે ત્યારે 2012ની 23મી મેના નિયમ મુજબ વધ દૂર કરવાની રહેશે. 10 ટકા મહેકમના કારણે છૂટા નહીં થયેલા બદલી હેઠળના શિક્ષકની 2 વધ હોય તો તે શાળાના હાલ 1 વાસ્તવિક વધ ગણીને નિયમોનુસાર સૌથી જુનિયર શિક્ષકની બદલી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...