કચ્છમાં આજે થશે હોલીકા દહન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેફાગણી પુનમના તહેવાર નિમિત્તે કચ્છભરમાં થશે હોલીકા દહન. છાણા અને લાકડા તેમજ અન્ય સામગ્રીઓથી ઉભી કરાતી હુતાશણી સાંજે સાત વાગ્યા બાદ પ્રગટાવવામાં આવશે.

ભુજમાં આશાપુરા મંદિર, હાટકેશ્વર મંદિર, મહાદેવ ગેટ સહિત જુદી જુદી સોસાયટીઓ અને રીલોકેશન સાઇટ વિસ્તારમાં હોલીકાદહન કરવામાં આવશે. નવા જન્મેલા બાળકો અને નવદંપતિઓ પ્રથમવાર હોળીપુજન કરીને ધાર્મિકવીધી પરીપુર્ણ કરશે. સોમવારે ધુળેટીનો તહેવાર ઉજવાશે. મંદિરોમાં ફુલદોલોત્સવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જિલ્લાભરમાં અબાલ વૃદ્ધ સૌ રંગોત્સવ મનાવશે.

અન્ય સમાચારો પણ છે...