• Gujarati News
  • National
  • માંડવી નગરપાલિકાના 30 લાખના ખર્ચે રિનોવેશનના વર્કઓર્ડર વગર કામ શરૂ

માંડવી નગરપાલિકાના 30 લાખના ખર્ચે રિનોવેશનના વર્કઓર્ડર વગર કામ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનગરપાલિકા વિકાસના કામો કરવા પાછળ કારનામાનો પડછાયો છોડતો હોય તેમ પાલિકાના રિનોવેશન માટે 30.40 લાખનું કામ અપાયું, જે કામમાં ટેન્ડર પ્રક્રિયા બાબતે સત્તા પક્ષના નેતાનો વાંધો હોવાથી જેની નોંધ લેવાઇ હતી, જેથી મુખ્ય અધિકારી કામનો વર્કઓર્ડર આપ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટરે 3 માસથી કામ ચાલુ કરી નાખતાં વિવાદ સામે આવતા મુખ્ય અધિકારીએ કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા નોટિસ ફટકારી છે.

લાંબા સમયથી સુધરાઇ રિનોવેશનનું કામ કરવા માટે મથતી હોવા છતાં મુહૂર્ત નીકળતું હતું, જ્યારે કામનો મુહૂર્ત આવતા ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં મૂળજીભાઇ કન્સ્ટ્રક્શન કાું.-ભુજવાળાનો 30,40,335 રૂપિયામાં મંજૂર થવા પછી સૂચનાપત્ર અપાયો હતો અને કરારનો એગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. બાબતે સત્તાપક્ષના નેતા મેહૂલ અભયકુમાર શાહે વાંધો લીધો હતો. જેના વાંધાની નોંધ લેવાતા મુખ્ય અધિકારી સંજય પટેલ વિવાદ હોવાથી કામનો વર્કઓર્ડર આપ્યો હતો.

વર્કઓર્ડર હોવા છતાં ચૂંટાયેલી નગરસેવિકાના પતિ કોન્ટ્રાક્ટરના કામમાં હિસ્સેદાર હોવાથી વર્કઓર્ડર વગર રિનોવેશનનું કામ સુધરાઇમાં 3 માસથી ચાલતો હોવાથી બાબતે સુધરાઇના મહિલા પ્રમુખ સુજાતાબેન ભાયાણીના વર્કઓર્ડર વગરના કામ બાબતે 7 દિવસ મૌન રહીને જવાબ આપવામાં હિંમત દાખવી નહીં. ફરી ફોન કરતાં મુખ્ય અધિકારીની વર્કઓર્ડરમાં સહી નથી એવું તેમણે કબૂલ્યું હતું. બાબતે મુખ્ય અધિકારીને લેખિત જાણ કરવામાં આવી છે.

સૂત્રોનું માનીએ, તો ધ્રાંગધ્રા બદલી થયેલા મુખ્ય અધિકારી પાસે કોન્ટ્રાક્ટર વર્કઓર્ડરમાં સહી કરવા મારતી ગાડીએ જવાની ફરજ પડી હતી. મુખ્ય અધિકારીઅે સહી કરી કે નહીં તે તપાસનો વિષય છે. ગુરુવાર સુધી વર્કઓર્ડર ફાઇલમાં સબમીટ કરાયો હતો. ટેન્ડરમાં ગોટાળા થયા હોવાનું બહાર આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...