• Gujarati News
  • National
  • બોલો, પાલિકાની રોડલાઇટ શાખામાં કોઇ ઇન્ચાર્જ નથી

બોલો, પાલિકાની રોડલાઇટ શાખામાં કોઇ ઇન્ચાર્જ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજપાલિકાના વિપક્ષીનેતા ઉમાનગરથી એન્જિનિયરિંગ કોલેજ અને છેક સેવનસ્કાય સુધી રોડલાઇટની જરૂરિયાત બાબતે રોડલાઇટ શાખામાં રજૂઆત કરવા ગયા હતા, પરંતુ કોઇ ઇન્ચાર્જમાં હતા નથી, જેથી સીઓ પાસે ગયા હતા, પરંતુ સીઓ પણ રજામાં હોવાથી રજૂઆત થઇ શકી હતી.

વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મિરજાપર રોડ પાસેથી ઉમાનગર તરફ જવા અને ત્યાંથી એન્જિનિરિંગ કોલેજ તરફ ફંટાતા અનેક રસ્તાઓમાં રોડલાઇટ હોવાથી લોકોની ફરિયાદના પગલે રોડલાઇટ શાખાના વડા પાસે રજૂઆત કરવા ગયો હતો, પરંતુ કોઇને ચાર્જ સોંપાયો હોવાથી બાબતે સૌએ અસમર્થતા બતાવી હતી, જેથી સીઓ ગોવિંદ ચાંડપ્પા પાસે રજૂઆત કરવા ગયો હતો, પરંતુ મુખ્ય અધિકારી પણ રજામાં હોવાથી કોઇ પાસે રજૂઆત થઇ શકી હતી. વિપક્ષીનેતાએ વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, ભૂકંપ પછી શહેરની ચારે દિશામાં વિકસેલી રિલોકેશન સાઇટની વસાહતનો જોડાતા અનેક માર્ગો રોડલાઇટ વિનાના છે, જેથી રાતના ભાગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોલ અને રોડલાઇટ ખરીદાય છે, પરંતુ જરૂરતવાળા સ્થળોએ લાગતી નથી.

અન્ય સમાચારો પણ છે...