• Gujarati News
  • National
  • શ્રમજીવી પરિવારના બાળકોને અપાય છે નિ:શુલ્ક અક્ષરજ્ઞાન

શ્રમજીવી પરિવારના બાળકોને અપાય છે નિ:શુલ્ક અક્ષરજ્ઞાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાનસમયે જયારે શિક્ષણનું વ્યાપારીકરણ થઇ ગયું છે. ખાનગી સ્કુલો તો મોંઘીદાટ ફી વસુલવાનો હાટડો બનતી જાય છે. તેવા સમયે ભુજમાં ગાયત્રી શકિતપીઠે એક અનોખો સેવાયજ્ઞ આદર્યો છે. ગાયત્રી શકિતપીઠ દ્રારા ભુજમાં શ્રમજીવી પરિવારના બાળકોને નિશુલ્ક અક્ષરજ્ઞાન પુરું પાડવામાં આવી રહ્યું છે. ભુજ અને તેની આસપાસના વિસ્તારમાં શ્રમજીવી પરિવારના બાળકોને સાક્ષર બનાવવા માટે 4 વર્ષથી યજ્ઞ ચલાવાઇ રહ્યો છે. જેમાં દરરોજ સાંજે સ્વાધ્યાય અને ગાયત્રી મંત્રના મંત્રોચ્ચાર સાથે 3થી10 ધોરણ સુધીના અભ્યાસક્રમનું ની:શુલ્ક ટયુશન પુરું પાડવામા઼ આવે છે. 10મા ધોરણમાં એ-વન ગ્રેડ મેળવી જવલંત સફળતા મેળવી છે. શપણ હવે અક્ષરજ્ઞાન મેળવી તેઓ સ્વચ્છ અને સંસ્કારવાન જિવન જીવી રહ્યાનુ઼ મધુબેન ઠકકરની યાદીમાં જણાવાયુ઼ હતું.

અન્ય સમાચારો પણ છે...