• Gujarati News
  • National
  • રાજકોટ મધ્યસ્થ જેલનો ભાગેડુ કેદી મળી આવ્યો

રાજકોટ મધ્યસ્થ જેલનો ભાગેડુ કેદી મળી આવ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમકચ્છ પેરોલ ફર્લો ટીમ દ્વારા બાતમીના અાધારે નખત્રાણા તાલુકાના વાલકા ખાતેથી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહી પેરોલ પર છૂટેલા અને મુદતે હાજર થયેલા કેદીને ઝડપી લેવામાં આવ્યો હતો.

રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી નં. 42916 મામદ ઇશાક સુમરા (રહે. વાલકા, તા. નખત્રાણા) તા 13/10ના 10 દિવસના પેરોલ પર છૂટ્યો હતો, જેની મુદત ગત 22/10ના પૂર્ણ થઇ ગયેલી હોવા છતાં તે જેલમાં હાજર થયો નહોતો.

પેરોલ ફર્લોની ટીમને બાતમી મળતાં વાલકા ગામે હાજીખાન સુમરાની વાડીમાં તપાસ કરતાં કેદી હાજર મળી આવ્યો હતો, જેની અટક કરી તેને આગળની કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલમાં જાણ કરી, નખત્રાણા પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઇ. વી.યુ. ચાવડા અને તેમની ટીમે કેદીને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી.

પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા બાતમી મળ્યા બાદ કેેદીને ઝડપી પડાયો

અન્ય સમાચારો પણ છે...