વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ

વાઘેશ્વરીયુવક મંડળ આયોજીત નિ:શુલ્ક યોગ શિબિર તા. 19/6ના સવારે 8થી 9 રંજનવાડી, પ્રમુખસ્વામીનગર, ભુજ ખાતે.

લાયોનેસકલબ ઓફ ભુજ

તા.18/6ના સાંજે 7:30 કલાકે ડ્રીસ્ટ્રીક્ટ ગર્વનરની વિઝિટ હોતા સભ્ય બહેનોની ઉપસ્થિતિ હોટલ ઇલાર્ક ભુજ ખાતે.

કચ્છજિલ્લા પ્રા.શિક્ષક સમાજ

કારોબારીબેઠક તા. 19/6ના બપોરે 2:30 કલાકે સહયોગ હોલ, ભુજ ખાતે દરેક તાલુકા યુનિટના પ્રમુખ, મંત્રી, જિલ્લા પ્રતિનિધિ, રાજય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

કવિકલાવૃંદ સંસ્થાની બેઠક

અષાઢીબીજના કાવ્ય સંગ્રહ તેમજ કાર્યક્રમના આયોજન માટે તા. 18/6ના સાંજે 5:30 કલાકે સામાન્ય સભા હોટલ વિરામ ખાતે.

કચ્છીરાજગોર સમાજ દ્વારા સન્માન સમારોહ

કચ્છીરાજગોર સમાજ (પૂર્વ કચ્છ) દ્વારા તારીખ 26/06ના રોજ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. જ્ઞાતિજનોએ બાળકોની માર્કશીટની નકલ જ્ઞાતિના હોદેદારોને તા. 20/6થી પહેલા પહોંચાડી દેવી. ત્યારબાદ માર્કશીટને મેરીટ નંબર માટે ગણતરીમાં લેવામાં નહીં આવે.

મહારાજભુપતસિંહજી કચ્છ કોઇન સોસાયટી

તા.19/6ના સવારે 11 કલાકે સોસાયટીના સભ્યોની મીટીંગ ભુજના પ્રાગમહેલ પેલેસના લાયબ્રેરીના અભ્યાસખંડ, દરબાર ગઢ ખાતે.

નિ:શુલ્કહોમિયોપેથી નિદાન : સારવાર કેમ્પ

તા.19/6ના સવારે 9થી 10:30 સુધી હોમીયોપેથી નિદાન તથા સારવાર બિલેશ્વર મહાદેવ મંદિર, ચાગબાઇ સુંદરજી સેજપાલ હોલ મધ્યે કરાશે.

વા,સાંધાના રોગો માટે આયુર્વેદિક કેમ્પ

તા.19/6ના સવારે 9થી 12 સુધી પરમાર્થ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ ખાતે વા-સાંધાના રોગો અને કણી-કપાસી માટે આયુર્વેદિક કેમ્પ યોજાશે. જરૂરીયામંદોને તપાસીને રાહતદરે દવા અને સારવાર અપાશે.

જાયન્ટ્સગ્રૂપ દ્વારા નિ:શુલ્ક ડેન્ટલ કેમ્પ

જાયન્ટ્સગ્રુપ દ્વારા તા. 19/6ના સવારે 10થી 12 દરમિયાન નિ:શુલ્ક ડેન્ટલ કેમ્પ જાયન્ટ્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે. કેમ્પમાં આધુનિક પધ્ધતિથી મોઢું, દાંત તથા પેઢાને લગતા રોગોનું નિદાન તથા સારવાર કરાશે.

અંજારમાંદાદા ભગવાન સત્સંગ

તા.18/6ના સાંજે 5:30થી 7 સુધી સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ અંજાર ખાતે દાદા ભગવાનનો સત્સંગ યોજાશે.

માંડવીસેવા કેન્દ્ર દ્વારા વિદ્ય યોગ

વિદ્યયોગ દિવસ નિમિત્તે સહય રાજયોગનો કાર્યક્રમ તા. 19/6ના સાંજે 5:30થી 7:30 કલાકે બાબાવાડી, માધવનગર, પુષ્પમ્ બંગલો, બ્રહ્માકુમારી, માંડવી ખાતે.

જનકલ્યાણમેડિકલ સોસાયટી

માંડવીજનકલ્યાણ મેડીકલ સોસાયટીમાં તા. 19/6ના સવારે 10/:30 કલાકેથી કેન્સર તથા લોહીના રોગોના નિષ્ણાંત ડો. વિકાસ ગઢવી રાહતદરે નિદાન કરી આપશે. રાહતદરે એમ્બ્યુલન્સ સેવા મળી રહેશે.

ગઢશીશાહાઇસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થી જોગ

તા.19/6ના સવારે 9થી 11 કલાકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સુવર્ણજયંતી ઉત્સવ ઉજવણી અંગેની મીટીંગ ગઢશીશા હાઇસ્કૂલ ખાતે.

અન્ય સમાચારો પણ છે...