• Gujarati News
  • National
  • ‘તાણમુક્ત જીવન માટે હકારાત્મક ચિંતન ઉપાય’

‘તાણમુક્ત જીવન માટે હકારાત્મક ચિંતન ઉપાય’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનીભાગદોડભરી જીંદગીમાં માનસિક તાણ અને તેના થકી પેદા થતા રોગો વ્યક્તિના જીવનનો અભિન્ન હિસ્સો બનતા જઇ રહ્યા છે ત્યારે જીંદગીમાંથી અસુરક્ષાની ભાવના કેવી રીતે દૂર કરવી અને હકારાત્મક ચિંતન કેવી રીતે કેળવવું તેના વિશે શનિવારે ભુજમાં પ્રેરક વક્તાનું વ્યાખ્યાન ત્રણ સંસ્થાઓના ઉપક્રમે યોજાયું છે.

ભારત વિકાસ પરિષદ, હાટકેશ જમાવટ વ્હોટ્સએપ ગ્રૂપ અને નાગરબંધુ વ્હોટ્સએપ ગ્રૂપના સહિયારા પ્રયાસોથી શક્ય બનેલાં આયોજનની વિગતો આપતાં સંસ્થાના જયદીપસિંહ ગોહિલ, નવિન વ્યાસ, દિપક ચૌહાણ, રમેશ દરજી, નિશિથ ધોળકિયા અને ભૌમિક વચ્છરાજાનીએ જણાવ્યું કે, આજે લોકોના જીવનમાં અસુરક્ષાની ભાવના અતિ ઘર કરી ગઇ છે. ભાવના છેવટે ડિપ્રેશન તરફ તાણી જાય છે અને વ્યક્તિ જીવલેણ પગલું ભરવા સુધી જઇ શકે છે. શનિવારે સાંજે 6 વાગ્યે ટાઉનહોલમાં પ્રેરક વક્તા સંજય રાવલનું વ્યાખ્યાન આયોજિત કરાયું છે. આયોજકો દ્વારા 900થી વધુ નિ:શુલ્ક પાસની ગોઠવણ કરાઇ હતી તે તમામ પૂરા થઇ જતાં બેઠક વ્યવસ્થા વહેલા તે પહેલાના ધોરણે ગોઠવાઇ છે. રસિકજનોના બહોળા પ્રતિસાદને ધ્યાને લેતાં હોલ ઉપરાંત પ્રાંગણમાં પણ એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરાઇ છે. આયોજન વ્યવસ્થામાં પ્રવર્શ શુક્લ, અંકિત અંજારીયા, અનિલ વૈદ્ય, વિક્રમ ધોળકિયા સહિતના સહભાગી બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...