તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાપર નજીક 3.4ની તિવ્રતાના કંપનથી ધરતી ધણધણી

રાપર નજીક 3.4ની તિવ્રતાના કંપનથી ધરતી ધણધણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગડ ફોલ્ટમાં ભુસ્તરિય સળવળાટ ફરી અેકવાર વેગીલો બન્યો હોય તેમ બુધવારે સાંજે વાગડ ફોલ્ટ 3થી ઉપરના એક ઓર કંપનથી ધણધણી ઉઠયો હતો.

સાંજે 6-25ના રાપરથી 16 કિલોમિટર દુર કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની રિકટર સ્કેલ પર તિવ્રતા 3.4ની અંકાઇ હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરમાંથી જાણવા મળ્યું હતું.

3.4ની તિવ્રતાના આંચકાની રાપર અને ભચાઉ વિસ્તારમાં વ્યાપક અસર વર્તાઇ હતી. આ કંપનની 6 મિનીટ પછી રાપર પાસેના એજ કેન્દ્રબિંદુમાં 1.9નું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકીત થયું હતુ઼. તો પરોઢે સવા પાંચ અને સવા અગિયાર વાગ્યે ભચાઉ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા 2.4 અને 1.9 મળી દિવસ દરમિયાન 4 હળવી ધ્રુજારી અનુભવાઇ હતી.

ગત શુક્રવારે ભચાઉ પાસે 3.2ની તિવ્રતાનો આંચકો અનુભવયા બાદ એક સપ્તાહ કરતા ઓછા સમયગાળામાં વધુ અેકવાર વાગડ ફોલ્ટમાં 3થી ઉપરની તિવ્રતાનું કંપન અનુભવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...