તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સંપન્ન થઈ ગઈ છે, પરંતુ અન્ય સમિતિઓની રચના કરવાની બાકી છે, જેમાં હવે સમય બહુ બચ્યો નથી, જેથી આજકાલમાં જ સામાન્ય સભા બોલાવાય એવી શક્યતા છે. જે માટે જિલ્લા ભાજપ કાર્યાલયમાંથી હજુ સુધી આદેશ છૂટ્યા ન હોવાથી તંત્ર રાહ જુઓની સ્થિતિમાં મૂકાઈ ગયું છે.

2015ની સાલમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા એવી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યોની ચૂંટણી થઈ હતી. જેને અઢી વર્ષ પૂરા થઈ ગયા છે, જેથી બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની સંપન્ન થઈ ગઈ છે, પરંતુ અન્ય સમિતિઓની રચના હજુ બાકી છે અને તેની મુદ્દત પણ 6ઠ્ઠી જુલાઈ સુધીમાં પૂરી થઈ રહી છે.

આમ છતા જિલ્લા ભાજપ કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ આદેશ છૂટ્યા નથી, જેથી સરકારી તંત્ર પણ રાહ જુઓની સ્થિતિમાં મૂકાઈ ગયું છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવાર અથવા શુક્રવાર સુધીમાં અાદેશો છૂટે એવી વકી છે, જેથી ‘કોણ બનશે કારોબારી ચેરમેન’ની અટકળો વચ્ચે મહત્ત્વાકાંક્ષીઓની આતુરતાનો પણ અંત આવી જશે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં જ્ઞાતિ સંતુલન જાળવવાની કોશિષમાં માત્ર બેથી ત્રણ જ્ઞાતિઓનું જ વર્ચસ્વ સ્થપાઈ ગયું છે, જેથી કારોબારી ચેરમેનની વરણી મુદ્દે મોવડીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે, જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણી મુદ્દે ભારે ગડમથલ ચાલી રહી છે. જોકે, નગરપાલિકાના કારોબારી ચેરમેન લગભગ નક્કી થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં ભુજ નગરપાલિકામાં ભરત રાણા, કૌશલ મહેતા, ધીરેન ઠક્કર અને અશોક પટેલ સહિતના નામો ચર્ચાઈ રહ્યા છે. આ પહેલા અજય ગઢવીનું નામ ફાઈનલ મનાતું હતું, પરંતુ ઉપપ્રમુખ ડો. રામ ગઢવી બન્યા બાદ તેમની શક્યતાઓ નહીવત્ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...