તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે વિધાનસભાનું સંચાલન ડો. નિમાબેન આચાર્ય કરશે

આજે વિધાનસભાનું સંચાલન ડો. નિમાબેન આચાર્ય કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8માર્ચ-વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં બજેટ પરના ચર્ચા સત્રમાં માત્ર મહિલા ધારાસભ્ય ભાગ લેશે. ધારાસભાના મંગળવારે એક દિવસના અધ્યક્ષ તરીકે ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય કામકાજ સંભાળશે. વર્લ્ડ વુમન્સ ડે નિમિત્તે આવી રીતે મહિલા સશક્તિકરણના અનુસંધાને કામગીરી ચાલશે.

વુમેન્સ એમ્પાવરમેન્ટના હેતુથી ગુજરાતની વિધાનસભાનું ગૃહ મંગળવારે મહિલા ધારાસભ્યોની સામેલગીરીવાળું રહેશે. ભુજના ધારાસભ્ય અને અગાઉ પ્રોટેમ સ્પીકર તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા ડો. નિમાબેન અેક દિવસના અધ્યક્ષ તરીકે ગણપત વસાવાનું સ્થાન લેશે. તેમના જણાવ્યા મુજબ મંગળવારે પ્રશ્નોત્તરી કાળ સિવાય માત્ર મહિલા ધારાસભ્યો ગૃહની કામગીરીમાં ભાગ લેશે. વર્ષ 2016-17ના તાજેતરમાં રજૂ થયેલા અંદાજપત્રની ચર્ચાઅો ગુજરાતની મહિલા ધારાસભ્યો કરશે. એક પણ પુરુષ વિધાનસભ્ય બજેટલક્ષી ધારાસભાની પ્રક્રિયામાં શામેલ થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...