• Gujarati News
  • National
  • અંજારમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્રદિનની તૈયારીઓ શરૂ

અંજારમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્રદિનની તૈયારીઓ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15મીઓગસ્ટ, મંગળવારના રોજ દેશ પોતાનો 71મો આઝાદીદિન ઉજવશે ત્યારે જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન અંજારમાં કરાયું હોવાથી વહીવટીતંત્ર તેને આખરી ઓપ આપવામાં પડ્યું છે.

બસ સ્ટેશન સામે આવેલી આહિર બોર્ડિંગના પ્રાંગણમાં સવારે 9 કલાકે યોજાનારા સમારોહમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- યાત્રાધામ વિકાસના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આન-બાન અને શાનનો પ્રતિક એવો ત્રિરંગો ફરકાવી સલામી આપશે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ તંત્રના અધિકારીઓ વેળાએ વિવિધ આયોજનોને ઓપ આપવામાં પડ્યા છે. સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ બાદ મંત્રી ત્રિવેદી પરેડનું નિરીક્ષણ કરશે અને પરેડમાં વિવિધ સશસ્ત્ર દળના જવાનો, એનસીસીના કેડેટ્સની સલામી ઝિલશે. પ્રસંગે જિલ્લાના સ્વાતંત્રતા સેનાનીઓનું અભિવાદન કરાશે. અલગ-અલગ શાળાઓના છાત્રો દ્વારા યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છની અને રાજ્યની વિવિધ સાંસ્કૃતિક ઝલકીથી ઉપસ્થિતો પરિચિત થશે. જવાનો દ્વારા વિવિધ પ્રકારના કરતબ બતાવાશે. રાજ્યસ્તરે જિલ્લાનું નામ પોતાના ક્ષેત્રમાં ગૌરવાન્વિત કરનારા વ્યક્તિઓને મંત્રી સહિતના મહાનુભાવોને હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડથી વિભૂષિત કરાશે. સમારોહને અંતે ‘મારો જિલ્લો- હરિત જિલ્લો’ની થીમ પર ઉપસ્થિત અતિથિ વિશેષોના હસ્તે વૃક્ષારોપણ કરી માત્ર વૃક્ષ રોપણી પરંતુ તેની જાળવણી કરવાના શપથ સૌને લેવરાવાશે.

અન્ય સમાચારો પણ છે...