• Gujarati News
  • National
  • તહેવારોને અનુલક્ષી ફુડ વિભાગનું જિલ્લામાં ચેકીંગ

તહેવારોને અનુલક્ષી ફુડ વિભાગનું જિલ્લામાં ચેકીંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણીતહેવારોને અનુલક્ષી કચ્છના ફુડ વિભાગે જિલ્લામાં અલગ અલગ સ્થળે ચેકીંગ ઝુંબેશ હાથ ધરી શંકાસ્પદ મનાતા સૈમ્પલ તપાસણી માટે લેબોરેટરીમાં મોકલવા માટેની કાર્યવાહી કરી હતી. ફુડ વિભાગની તપાસ દરમ્યાન મીઠાઇ-ફરસાણ સહિત અન્ય ખાધ્ય પદાર્થના 10 સેમ્પલની ગુણવતા થોડી નબળી જણાતા અા તમામ સેમ્પલને ચકાસણી માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું ફુડ વિભાગના સતાવાર સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.

ભુજ-ગાંધીધામ રેલવે મથકો પર કરાઇ તપાસણી

રેલવેનાઅમદાવાદ ડિવિઝનના વાણિજય વિભાગે ભુજ-ગાંધીધામ રેલવે સ્ટેશનની કેન્ટીન ઉપરાંત લાંબા રૂટની ટ્રેનમાં પેન્ટ્રીકાર દ્રારા અપાતા ખોરાકની ગુણવતા તપાસવા રેલવે વિભાગે થોડા દિવસ પૂર્વે ખાસ ચકાસણી ઝુંબેશ છેડી હતી. રાજયના વિવિધ રેલવે મથકો પર તપાસણી એક સાથે હાથ ધરાઇ હતી. પેન્ટ્રીકાર સંચાલક ઉપરાંત રેલવે સ્ટેશનમાં આવેલી કેન્ટીનમાં ગુણવતાયુકત ખોરાક પીરસાય તે માટેની તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...