• Gujarati News
  • National
  • હંગામી બસ સ્ટેશન 3 માસમાં ST વર્કશોપ પાસે કાર્યરત થઇ જશે

હંગામી બસ સ્ટેશન 3 માસમાં ST વર્કશોપ પાસે કાર્યરત થઇ જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજબસ પોર્ટ બનાવવા માટેના અવરોધો દૂર થઇ ગયા છે અને હંગામી બસ સ્ટેશન 3 માસમાં એસ.ટી. વર્કશોપ પાસે કાર્યરત થઇ જાય એવા હેવાલ છે.

ભુજ એસ. ટી. વિભાગીય નિયામક ચારોલાએ જણાવ્યું હતું કે, કચેરીની બાજુમા એસ. ટી. કર્મચારીઓના ક્વાર્ટ છે, જેમાં 12 હજાર ચોરસ મીટર જેટલી ખુલ્લી જગ્યા છે, જેમાં 8 ફ્લેટ ફોર્મ, કન્ટ્રોલ રૂમ, કેન્ટીન, રેસ્ટ રૂમ સહીતના બાંધકામની ડિઝાઇન બનાવીને અમદાવાદ મોકલી દેવામાં આવી છે. જેને મંજુરી મળતા એકાદ અઠવાડિયા જેટલો સમય લાગી જાય તેમ છે. મંજુરી મળી ગયા બાદ એકાદ અઠવાડિયામાં નકશા મુજબના બાંધકામની કામગીરી શરૂ કરી દેવાશે. જે બે ત્રણ મહિનામાં બની જશે, જેથી હંગામી બસ સ્ટેશન ત્યાં ખસેડી લેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ પસંદગી મિડલ સ્કૂલ હતી, પરંતુ તેની મંજુરી મળી નથી. જે બાદ દ્વિતીય પસંદગી તરીકે એસ. ટી. વર્કશોપ પાસે કર્મચારીઓના ક્વાર્ટરના મેદાન બતાવાઇ હતી. જે બાબતે મધ્યસ્થ કચેરીએથી ભુજ એસ.ટી. વિભાગીય નિયામકને તેડું આવ્યું હતું અને દ્વિતીય પસંદગી ઉપર મંજુરીની મહોર મારી તાત્કાલિક મંજુરી માટે ડિઝાઇન મોકલવા સૂચના અપાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ. ટી. મજદૂર સંઘના કચ્છ એકમ તાત્કાલિક કામગીરી કરવા પત્ર વ્યવહાર કર્યા બાદ કામમાં ગતિ આવી છે.

એકાદ અઠવાડિયામાં 8 પ્લેટફોર્મ, કન્ટ્રોલ રૂમ, કેન્ટીન અને રેસ્ટરૂમનું થશે ચણતર

અન્ય સમાચારો પણ છે...