• Gujarati News
  • National
  • સાતમ આઠમના મેળામાં હમીરસર તરફના માર્ગ બંધ

સાતમ-આઠમના મેળામાં હમીરસર તરફના માર્ગ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંહમીરસરના કાંઠે તા.13થી 18/8 સુધી યોજાનારા સાતમ આઠમના મેળામાં કાયદો અને વ્યવસ્થા તેમજ વાહન વ્યવહાર જાળવવાનાં હેતુથી કેટલાક માર્ગો બંધ કરાશે તો અમુક વનવે જાહેર કરાયા છે.

ડીવીઝન પોલીસ સ્ટેશન તરફથી આવતા તમામ વાહનો મ્યુઝિયમ તરફ નહીં જઇ શકે, પરંતુ કોર્ટ સર્કલ પાસેથી જયુબીલી સર્કલ તરફ જઇ શકશે. મહાદેવ નાકા તરફ આવતાં વાહનો હમીરસર તળાવ તરફ નહીં આવી શકે, એસ.ટી.સ્ટેશનથી વાહનો હમીરસર તળાવ તરફ આવી શકશે નહીં. પાટવાડી નાકા, શરદ બાગ તરફથી આવતા તમામ વાહનો ખેંગાર પાર્ક તરફથી ગાયત્રી મંદિર થઇ સંસ્કારનગર તરફ જતા માર્ગેથી જઇ આવી શકશે. પણ ખેંગારપાર્કથી આગળ આવી શકશે નહીં. ઉમેદનગર કોલોની તરફથી આવતાં વાહનો રાજેન્દ્ર બાગ તરફ આવી શકશે નહીં, જ્યારે ગાયત્રી મંદિર રસ્તે પરત આવી જઇ શકશે. લેકવ્યૂ હોટેલ પાસે થઇ ઉમેદનગર તરફ જતો રોડ બંધ કરવાનો રહેશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ડી.આર.પટેલે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...