• Gujarati News
  • National
  • શહેરમાં અખિલ કચ્છ શાસ્ત્રિય કંઠ્ય સંગીત સ્પર્ધા યોજાઈ

શહેરમાં અખિલ કચ્છ શાસ્ત્રિય કંઠ્ય સંગીત સ્પર્ધા યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરૂણોઅને યુવાઓ માટે અનેક પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થતું આવ્યું છે પણ ક્યારેય તેમના માટે શાસ્ત્રિય સંગીતની સ્પર્ધા યોજાઈ હોય તેવું ધ્યાનમાં ઓછું આવે છે. શાસ્ત્રીય સંગીત શીખેલા તરૂણોની પ્રતિભા બહાર લાવવા ઈન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા 5 ઓગસ્ટના અખિલ કચ્છ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

સ્પર્ધામાં 20 જેટલા યુવાનોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાંથી સ્પર્ધકોનું હુનર ચકાસી અને આઠ સ્પર્ધકોને અંતિમ તબક્કા માટે સીલેક્ટ કર્યા હતા. નવતર આયોજનને જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.

સ્પર્ધામાં શ્રેયસ પઢારીયા, જ્વેન્સી માલાણી, વિનિશા કતારીયા અનુક્રમે વિજયી રહ્યા હતા. વિજેતાઓને ટ્રોફી તેમજ રોકડથી પુરસ્કૃત કરાયા હતા. કાર્યક્રમના પ્રારંભે સરસ્વતી વંદના કરાયા બાદ હરેશભાઈ ધોળકિયા, જાયન્ટ્સના નિષદ મહેતા, શૈલેન્દ્ર રાવલ, ઈન્સ્ટિટ્યૂટના સરનિધિ અંતાણી, નિલેશ મહેતા દ્વારા દિપપ્રાગ્ટ કરવામાં આવ્યું હતું.

સ્પર્ધકોને ડો.દર્શના ધોળકિયા, શૈલેષ મહેતા, ડો.કાશ્મિરા મહેતા, ઝવેરીલાલ સોનેજી, આશુતોષ મહેતા, સર્વોદય અંતાણી, જગદિશ ભટ્ટ, હિના મહેતા, સુબોધ હાથીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શૈલેન્દ્ર રાવલ, હેમંત કાથરાણી, સર્વોદય અંતાણી સહિતના અગ્રણીઓ સક્રિય રહ્યા હતા. સંસ્થા વતી નિલેશ મહેતાએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...