• Gujarati News
  • National
  • ભુજ ભાટીયા મહાજને તેજસ્વી છાત્રોને સન્માન્યા

ભુજ ભાટીયા મહાજને તેજસ્વી છાત્રોને સન્માન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજભાટીયા મહાજન દ્વારા બાલમંદિરથી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત જ્ઞાતિના તેજસ્વી છાત્રોને સન્માનવાનો એક કાર્યક્રમ તાજેતરમાં યોજાઇ ગયો.

સમાજના પ્રમુખ ચત્રભુજ ધમાણી અને મુખ્ય દાતા મુકેશકુમાર અૂડાણીના અધ્યક્ષપદે યોજાયેલા સમારોહમાં બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. મહાનુભાવોએ બાલમંદિરથી લઇને ઉચ્ચ ડિગ્રી મેળવનારા સમાજના તેજસ્વી તારલાઓને બહુમાનિત કર્યા હતા.

અગ્રણીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત જ્ઞાતિજનોની બહોળી ઉપસ્થિતિને બિરદાવી સમાજના સંગઠન અને એકતા પર ભાર મૂક્યો હતો. ભુજ મહાજનના પ્રમુખ ચત્રભુજભાઇની સમસ્ત ગુજરાત ભાટીયા મહાજનના પ્રમુખપદે સર્વાનુમતે વરણી થવાને લીધે તેમનું વિશેષ સન્માન કરાયું હતું.

વેળાએ ઉપપ્રમુખ પ્રતાપ આશર, રાખીબેન આશર, પૂર્વિબેન સંપટ, રમેશ સંપટ, ભરત આશર, મહિલા મંડળના પ્રમુખ રશ્મિબેન સંપટ, સાધનાબેન આશર, ગોપાલ આશર, કૃષ્ણકાંત ભાટીયા સહિતના અગ્રણીઓ ઉપરાંત સમાજના ભાઇઓ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...