ભુજમાં RTO એજન્ટો વચ્ચે છરી ઉછળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઆરટીઓ કચેરીના કંપાઉન્ડમાં ગુરૂવારે સવારના ભાગમાં ગાડી પાર્ક કરવા મુદે તેમજ હવા કાઢી નાખવાના લીધે એજન્ટો વચ્ચે ચકમક જરી હતી મામલો બીચકતા એક એજન્ટે છરી કાઢતાં અને બીજાને ધોકો મારતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો પરંતુ બાદમાં સમાધાન થઇ જતા ફરિયાદ નોંધાઇ હતી.

ગુરૂવારે સવારના ભાગે ધીરૂ ગોસ્વામી નામના એજન્ટને મુસા સુમરા, મોહિન સુમરા અને ધર્મેશ ડુડીયા નામના એજન્ટોએ ગાડી પાર્ક કરવા મુદે ઉગ્ર બોલાચાલી કરી હતી અને તે ગાડીમાંથી હવા કેમ કાઢી નાખ કહિ ઝગડો કર્યો હતો બનાવને પગલે આસ પાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવાનોને વિખેર્યા હતા દરમિયાન ધર્મેશે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને ધીરૂને ધકો મારી નીચે પાડી દિધો હતો, ધીરૂ ત્યાંથી નિકળી અને જી.કેમાં સારવાર કરાવા પહોંચ્યો હોવાનું અને બી ડિવિઝન પોલીસમાં મારનાર શખ્સ સામે ફરિયાદ કરવા જતાં એજેન્ટોએ સાથે મળી ઝગડાનું સમાધાન કરાવી દીધુ હતું બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસનો સંપર્ક સાંધતા ધટનાને સમર્થન આપ્યું હતું પરંતુ સમાધાન થઇ ગયું હોવાથી કોઇ ફરિયાદ નોંધાઇ હોવાનું જણાવ્યું હતું.

ગાડી પાર્કિંગના મુદ્દે થઈ બબાલ : ઘાયલ પોલીસ ફરિયાદ કરે તે પહેલા સમાધાન કરાવી દીધું

અન્ય સમાચારો પણ છે...