• Gujarati News
  • National
  • સ્વાઇનફ્લુની મહામારીમાં 2 બાળક સહિત વધુ 4 સપડાયા

સ્વાઇનફ્લુની મહામારીમાં 2 બાળક સહિત વધુ 4 સપડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંસ્વાઇનફ્લુ મહામારીનો રૂપ લઇ રહ્યો હોય તેમ બુધવારે ભુજ તાલુકાના બળદિયામાં 2 વર્ષીય અને કુકમામાં 3.8 વર્ષીય બાળક ઉપરાંત ભુજના 48 વર્ષીય પુરુષ અને અબડાસા તાલુકાના ગડવાળાની 48 વર્ષીય મહિલાનો એચ1-એન1 પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

1લી જાન્યુઆરીથી અત્યાર સુધી 82 કેસ ચોપડે ચડ્યા છે, જેમાં 1લીથી 9મી ઓગસ્ટ સુધીમાં 20 દર્દીનો સમાવેશ થાય છે, જેથી ચોમાસાના ભેજવાળા વાતાવરણે સ્વાઇનફ્લુને પ્રસરવામાં અનુકૂળ જણાઇ રહ્યું છે. છેલ્લે 9મી ઓગસ્ટે બુધવારે કુકમાના 3.8 વર્ષના બાળકને જી.કે. હોસ્પિટલમાં લવાયો હતો અને તેની સ્થિતિ જોતાં સીધો વેન્ટિલેટરમાં રખાયો હતો. બીજીતરફ, ભુજ તાલુકાના બળદિયાના 2 વર્ષીય બાળકને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો અને તેને ઓક્સિજન ઉપર રાખવો પડ્યો હતો. ભુજ શહેરના જયેષ્ઠાનગરમાં 48 વર્ષીય પુરુષને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે રખાયા બાદ તેના તબીબી પરીક્ષણમાં તેને પણ એચ1-એન1 પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે, તેની તબીયત સ્થિર બતાવાઇ રહી છે. અબડાસા તાલુકાના ગડવાળામાં 48 વર્ષીય મહિલાને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. અરૂણકુમાર કુર્મીએ જણાવ્યું હતું કે, હજુ સુધી 82 કેસ નોંધાયા છે અને 16 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 13નાં મોત થયા છે અને 53ની તબીયત સુધરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...