• Gujarati News
  • National
  • રજોહરણ સુશોભન સ્પર્ધામાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા

રજોહરણ સુશોભન સ્પર્ધામાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઆરાધના ભવન જૈનસંઘના આંગણે કલાપુર્ણસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન અનંતયશસુરીશ્વજી મ.સા. આદિ ગુરૂભગવંતોની નિશ્રામાં લાભાર્થી હંસાબેન ચમનલાલ અભેરાજભાઇ ચંદુરા પરિવાર (પદમાવતી ડેકોરેટર્સવાળા)ના સહયોગથી કચ્છ-વાગડના કનકસુરીશ્વરજી મ.સા.ની 54મી સ્વર્ગારોહણતિથિ નિમિત્તે યોજાયેલા પંચાન્હિકા મહોત્સવે બુધવારે રજોહરણ સુશોભન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રજોહરણને ચારિત્ર ધર્મનું ઉત્કૃષ્ટ અને અણમોલ ઉપકરણ ગણાવી જણાવાયું હતું કે, એનું ભાવપૂર્વક સુશોભન કરવાના મનોરથો દૃઢ બને છે. માટે તેના સુશોભનમાં હૃદયની ઉદારતા, કોમળતા, ગુણાનુરાગ, સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગ્રહા વગેરે રંગો પૂરવા આહવાન કર્યું હતું. સ્પર્ધામાં વિશાળ સંખ્યામાં બાલિકાઓ જોડાઇ અને કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દીપકભાઇ કોઠારીએ કર્યું હતું.

ચિત્ર દોરવામાં વ્યસત સ્પર્ધકો

ભુજના આરાધના ભવન જૈનસંઘમાં યોજાયો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...