• Gujarati News
  • National
  • ત્રિદેવ મંદિર મહોત્સવનું ભક્તિભાવ પૂર્વક સમાપન

ત્રિદેવ મંદિર મહોત્સવનું ભક્તિભાવ પૂર્વક સમાપન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના કલ્યાણપરમાં આયોજિત ત્રિદેવ મંદિર મહોત્સવ ધામધૂમપૂર્વક ભાવિકોની બહોળી ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજ આયોજિત મહોત્સવમાં વારીયજ્ઞ નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીના સિંહાસનની પ્રાણપ્રતિષ્ઠા, આદ્યશક્તિ જ્યોતની પ્રાગટ્ય વિધિ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવ સહિતની વૈદિક મંદિરની સ્થાપના-પ્રતિષ્ઠા કરાઇ હતી.

સમારોહમાં પરબત ગોરાણી, સતપંથ સનાતન સમાજ દેશલપર (વાં.), કેશરા ગોરાણી, સ્વ. કરશન ભગત પરિવાર, દાનાભાઇ ગોરાણી, શાંતિભાઇ રંગાણી, સ્વ. નાનજી રંગાણી પરિવાર, કરશન રંગાણી, ધનજી ભગત, મોહનભાઇ, રતિલાલભાઇ, શાંતિભાઇ, ડાહ્યાભાઇ, કિશોરભાઇ, અંબાલાલભાઇ, સામજીભાઇ, દમયંતીબેન ગોરાણી, સ્વ. ગોપાલભાઇ-સ્વ. શામજી વેલાણી પરિવાર, કીર્તિભાઇ, કલ્પેશ ગોરાણી, કાન્તિલાલ ભાવાણી, સ્વ. ગોવિંદ ગોરાણી પરિવાર, મુળજી ગોરાણી, જયસુખ ગોરાણી સહિતના દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું.

મહોત્સવ દરમિયાન યોજાયેલી ધર્મસભામાં જગદ્દગુરૂ જનાર્દનહરિજી મહારાજ, સતપંચાચાર્ય નાનકદાસજી મહારાજ, શિવગણદાસજી મહારાજ, જયરામદાસજી મહારાજ, શિવરામદાસજી મહારાજ, કિશોરદાસજી મહારાજ, ભગવતી પાર્વતીદેવી, શામળદાસજી મહારાજ, રવિદાસજી મહારાજ, પુરુષોત્તમદાસજી મહારાજ, તુલસીબાપા, રવિબાપા, શામજી દાદા, શાંતિદાસજી ભગત નારાણબાપા સહિતના સંતો-મહંતોએ પોતાના આશિર્વચન પાઠવ્યાં હતાં.

આયોજનમાં મુળજી ગોરાણી, દાના ગોરાણી, રતિલાલ ગોરાણી, લદ્દેશકુમાર ભગત, અર્જુન માકાણી, અરજણ ભગત, રતનશી વેલાણી, દેવજી પટેલ, બાબુભાઇ છાભૈયા, ઇશ્વર પટેલ, ડાહ્યાભાઇ પટેલ, હરિભાઇ લીંબાણી, સાવિત્રીબેન જાદવાણી, શાંતિલાલ પટેલ, હરેશ પોકાર, કિશોર ગોરાણી, વિનોદ ગોરાણી, સુરેશ વેલાણી, અશોક ગોરાણી, સુરેશ પટેલ, રતિલાલ પટેલ સહિતના દાતાઓ-અગ્રણીઓ ઉપરાંત મહિલા મંડળ અને યુવક મંડળના કાર્યકરો સહભાગી બન્યા હતા.

કલ્યાણપરમાં પૂજન-હવન, ધર્મસભા, દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયાં

અન્ય સમાચારો પણ છે...