• Gujarati News
  • National
  • પાટણનાં પૂરગ્રસ્ત ગામો દત્તક લઇ રૂ.10 કરોડ ફાળવતાં નીતા અંબાણી

પાટણનાં પૂરગ્રસ્ત ગામો દત્તક લઇ રૂ.10 કરોડ ફાળવતાં નીતા અંબાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ ગામોની પસંદગી કરાશે

સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે પૂરગ્રસ્તોને મળ્યાં

દેશના ધનાઢ્ય અંબાણી પરીવારના પુત્રવધૂ નીતા અંબાણી તેમના પુત્ર અનંત સાથે બનાસકાંઠાના થરા ખાતે હેલીકોપ્ટર મારફતે આવી રોડમાર્ગે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે પહોંચ્યા હતા. જયાં તેઓના હસ્તે ગડસઇ ગામના મહિલાઓ ભાઇઓને મળીને હ્રદય સ્પર્શી વાર્તાલાપ કર્યો હતો. તેઓએ બસ સ્ટેન્ડ પાસે કિટ વિતરણ કેમ્પ અને ગામમાં પશુ ચિકિત્સા કેમ્પ, મેડીકલ કેમ્પની મુલાકાત લઇ રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે ગામચોક ખાતે ટુંકી સભા સંબોધી હતી. જેમાં આપત્તિના સમયમાં રીલાયન્સ ફાઉન્ડેશન તમારી સાથે છે તેવો સધીયારો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ફાઉન્ડેશને સદકાર્ય કર્યુ઼ હતું. તે પછી ઉત્તરાખંડ, કેદારનાથ,ચેન્નઇ અને હવે પૂરગ્રસ્ત વિસ્તારમાં ટ્રસ્ટ તેનું યોગદાન આપશે. માટે જામનગર તેમજ અન્ય સ્થળોના 50 જેટલા માણસો અહીં કામે લગાડ્યા છે. સરપંચ ભીખીબેન આહિર, પૂર્વ સરપંચ શિવાજી ગોહિલે ગામમાં રોટી કપડા મકાનની અને જમીન ધોવાણની રજુઆતો કરી હતી.

ગામની મહિલાઓ સાથે નીતા અંબાણી વાર્તાલાપ કરી રહયા હતા ત્યારે એક મહિલાએ કહ્યું કે બહેન મકાન બનાવોતો ધાબાવાળા બનાવજો, જેથી પુર આવેતો તેના પર આશરો લઇ શકાય. સાંભળી નીતા અંબાણીએ કહયું કે સારૂ , પણ ભગવાન દિવસો ફરી લાવે. તેઅોએ દીકરા અનંત સાથે પ્રવાસમાં સ્થળે સ્થળે જયશ્રી કૃષ્ણ કહી હાથ જોડ્યા હતા. બહેનો પાસે ભજન ગવડાવી હસતા ચહેરે સાંભળી તાલીઓ વગાડીને તાલ મિલાવ્યો હતો.નીતાએ ચાર પાંચ વખત દુપટ્ટો માથે ઓઢીને ભારતીય સભ્યતાની પ્રતીતી કરાવી હતી. ગામમાં ભાઇઓ બહેનોએ નીતાબેન , રીલાયન્સ ફાઉન્ડેશનની જય બોલાવી હતી.

ધાબાવાળાં મકાન બનાવજો જેથી પૂરમાં આશરો લેવાય : નીતા અંબાણી

નીતા અંબાણીએ સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે ગડસઇ ગામના મહિલાઓ અને ભાઇઓને મળીને હ્રદય સ્પર્શી વાર્તાલાપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...