• Gujarati News
  • National
  • પોલીસે જુગારના દરોડામાં પાંચ લાખને બદલે દોઢ લાખ બતાવ્યા

પોલીસે જુગારના દરોડામાં પાંચ લાખને બદલે દોઢ લાખ બતાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીભાગોળે કચ્છ યુનિવર્સિટીની સામે આવેલી વોરા કોલોની પાછળ ગત શુક્રવારે ડિવિઝન પોલીસે દોરડો પાડીને જુગાર રમતા 8 નબીરાને પકડી પાડ્યા હતા. 5 લાખ જેવી રકમ હોવા છતાં રેકર્ડ પર દોઢ લાખની રકમ બતાવાઇ હોવાની ચર્ચા પોલીસબેડામાં અસંતુષ્ટોમાંથી વાત બહાર આવી છે.

નખત્રાણા બદલી થઇ ગઇ હોવા છતાં ડિવિઝન પોલીસમાં ધામો નાખીને બેઠેલા વહીવટના માહિર પોલીસ કર્મીની ભૂંડી ભૂમિકા કેસમાં કામ કરી ગઇ હોવાનું અને મુદે અમુક પોલીસ કર્મચારીઓને અસંતોષ થયો હોવાથી પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો હોવાનું બહાર આવ્યું છે, એટલું નહીં અમુક પોલીસ કર્મીઓની ત્યારે સત્ય શું છે તે જાણવા જો તપાસ કરવામાં આવે તો આવા અનેક મોટા વહીવટ બહાર આવે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ ડિવિઝન પોલીસે શુક્રવારે સાંજે 7 વાગ્યાના અરસામાં બાતમીના આધારે ભુજની ભાગોળે કચ્છ યુનિવર્સિટી સામે આવેલી વોરા કોલોનીની પાછળ વંડામાં ધાણીપાસાનો જુગાર રમતા રૂષભ અમૃતલાલ શેઠ, હિતેશ મોહનલાલ ભાનુશાલી, ભરત મગનલાલ ઠક્કર, હર્ષદ દયારામ ભાનુશાલી, જગદીશ માવજીભાઇ ભાનુશાલી વસંત લીલાધર ભાનુશાલી, મહેન્દ્ર ઉર્ફે મનિષ ભુડિયા (માધાપર), ઇકબાલ આમદ ચાકી, કિશોર મોરારજી ભાનુશાલી સહિત 9 સફેદપોશી જુગારીને પકડી લીધા હતા અને પાંચ લાખ જેવી રકમ હોવા છતાં જુગારમાં 1,62,000ની રોકડ કબજે કરી હોવાનું બતાવી બાકીની રકમનો અંદરોઅંદર વહીવટ કરી દીધો હોવાથી અમુક કર્મીઓ નારાજ થતાં વાત બહાર આવી હતી. જોકે, સત્ય શું છે તે તો તપાસ થાય ત્યારે બહાર આવે.

અન્ય સમાચારો પણ છે...