• Gujarati News
  • National
  • કચ્છે 14 ગોલ્ડ સહિત 36 મેડલ હાંસલ કર્યા

કચ્છે 14 ગોલ્ડ સહિત 36 મેડલ હાંસલ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોતોરીયુકરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયા દ્વારા મસુરી ખાતે 33મી ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પીયનશીપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 29થી 31 સુધી યોજાયેલી સ્પર્ધામાં કચ્છ જિલ્લાના ખેલાડીઓએ 14 ગોલ્ડ, 11 સિલ્વર, 11 બ્રોન્ઝ મેડલ મેળવી ડંકો વગાડ્યો હતો.

ચેમ્પીયનશીપમાં દેશભરમાંથી 20 રાજ્યોના આવેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. કચ્છના ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ દાવપેચ દેખાડી કચ્છને પાંચ નંબર પર સ્થાન અપાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છના ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે ખાસ કરીને કરાટેમાં સારું એવું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી કરીને કચ્છને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી રહ્યા છે. સ્પર્ધામાં કચ્છ ડિસ્ટ્રીક્ટના ચીફ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયાના ગિરી ડોંગાના નેનૃત્વ હેઠળ ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું.

વિજેતા ખેલાડીઓ સાથે કોચ

અન્ય સમાચારો પણ છે...