• Gujarati News
  • National
  • ‘દુધઇની સૂચિત હોસ્પિટલ ગામથી બે કિ.મી.દૂર હોતાં હાલાકી થશે’

‘દુધઇની સૂચિત હોસ્પિટલ ગામથી બે કિ.મી.દૂર હોતાં હાલાકી થશે’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકાના દુધઇ ગામ માટે ત્રણ વર્ષ પહેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયુ છે જેના માટે ગ્રાન્ટ ફાળવાઇ હોવાની જાહેરાત કરતાં વિસ્તારના ધારાસભ્યે સૂચિત આરોગ્ય કેન્દ્ર માટે ગામથી બે કિલો મીટર દૂર જમીન ફાળવાઇ હોવાની વાત કરી છે. જગ્યા દૂર હોતાં સરવાળે દર્દીઓને હાલાકી પડશે તેમ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાએ જણાવ્યું છે.

મંજૂર થયેલું સીએચસી આજુબાજુના ગામોને અનુકૂળ રહે તે માટે નવી અને જૂની દુધઇ વચ્ચે બનાવાય તેવી લાંબા સમયથી માગણી થઇ રહી છે. હોસ્પિટલ બનાવવા માટે ઇન્દ્રપ્રસ્થની બાજુમાં જમીન પણ ઉપલબ્ધ છે તેમ છતાં સંસદીય સચિવ વાસણભાઇ આહિરે ગામથી બે કિલો મીટર દૂર જંગલ વિસ્તારમાં જમીન ફાળવાઇ હોવાની જાહેરાત કરી છે જેના પાછળ રાજકીય સત્તાનો દૂર ઉપયોગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે તેવો આક્ષેપ વિપક્ષી નેતા વી. કે. હુંબલે કર્યો છે.

જાહેરાત કરાયેલી જગ્યાએ હોસ્પિટલ બનાવાશે તો દર્દીઓને રિક્ષા ભાડાના 50 રૂપિયા ખર્ચવા પડશે પરિણામે ગરીબોની પરેશાની વધશે.

ઉપરાંત જંગલ વિસ્તાર હોતાં રાત્રે ઇમરજન્સી કેસમાં સારવાર માટે કઇ રીતે પહોંચવું તે પણ મોટો પ્રશ્ન છે. પોલીસ સ્ટેશન માટે ગામની બાજુમાં જમીન મંજૂર કરાઇ છે જ્યારે આરોગ્ય કેન્દ્ર માટે દૂરનું સ્થળ પસંદ કરાયું છે તે બાબત આશ્ચર્યજનક છે તેમ કહેતાં તેમણે દિશામાં ફેર વિચારણા કરવામાં આવે તેવી માગ કરી છે.

જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાએ ફેર વિચારણાનું કર્યું સૂચન

અન્ય સમાચારો પણ છે...