RTO સર્કલ પાસે મકાનમાં બિન્ધાસ્ત ચાલે છે દેહવ્યાપાર
શહેરનાઆરટીઓ સર્કલ પાસે દેહવ્યાપારના ચાલતા દુષણે પ્રબુદ્ધ નાગરીકોને ચિંતિત બનાવ્યા છે. સર્કલની સમીપે એક મંદિરની પછવાડે આવેલી ઝુંપડપટ્ટીમાં દબાણવાળા પાકા મકાનમાં રહેતી મહિલા અનૈતિક પ્રવૃત્તિ ચલાવતી હોવાનું નાગરીકોએ કહ્યું હતું. એક જાગૃત નાગરીકે બનાવટી ગ્રાહકના સ્વાંગમાં સ્થળ પર જઈને ચકાસણી કરતાં અહીં અનિતિનો બટ્ટો ચાલતો હોવાની માહિતી આપતાં વાતને સમર્થન મળ્યું હતું. બાબતે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે મકાનમાં રહેતી મહિલા પોતાને ત્યાં ચારથી પાંચ યુવતીઓ પાસેતી ગેરકૃત્ય કરાવી રહી છે, અહીં દેહવ્યાપાર ચાલતો હોવાથી તેમજ ગ્રાહકોની આવન-જાવન રહેતી હોવાથી એક દુષણ ફેલાઈ રહ્યું છે પરંતુ આસપાસમાં રહેતા લોકો ગરીબ અને શ્રમજીવી વર્ગના હોવાથી કોઈ પોલીસમાં ફરીયાદ કરવા આગળ આવતું નથી. વળી, માથાકુટ થવાનો ડર પણ કામ કરી રહ્યો છે.