• Gujarati News
  • National
  • નિશાંત પાર્કનો સીસીરોડ એક ઝાપટાંમાં ધોવાયો

નિશાંત પાર્કનો સીસીરોડ એક ઝાપટાંમાં ધોવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવોર્ડ 11માં આવેલા નિશાંત પાર્કમાં તાજેતરમાં બનાવાયેલો સીસીરોડ એક ઝાપટાંમાં ધોવાઇ જતાં કોન્ટ્રાક્ટર સામે તપાસની માંગ કરાઇ છે. શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી શક્તિસિંહ ચૌહાણે પાલિકાના સીઓને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ખુદ સાંસદ વિનોદ ચાવડાનું રહેઠાણ આવેલું છે તે વોર્ડ 11ના નિશાંતપાર્કમાં થોડા સમય પહેલાં બનેલા સીસીરોડમાં એક ઝાપટાંથી સિમેન્ટ-કાંકરા ઉખડી ગયા છે.

કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બનાવટમાં લોખંડ જરાપણ વાપરી મોટેપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સંભાવનાને જોતાં પાલિકા સીઓ દ્વારા જાત તપાસ કરાય તે સમયની માંગ છે.