• Gujarati News
  • National
  • ભીડ નાકા બહાર ગેરકાયદે પ્લોટિંગ વેચાણ અટકાવો

ભીડ નાકા બહાર ગેરકાયદે પ્લોટિંગ-વેચાણ અટકાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાભીડ નાકા બહાર આવેલી વસાહત હિના પાર્ક-4ને અડીને આવેલી સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા પ્લોટ પાડી વેચાણ કરાતું હોવાની રાવ જિલ્લા કલેક્ટરને સ્થાનિક રહિશો દ્વારા કરાઇ છે.

હિના પાર્ક-4ના રહેવાસીઓ અલ્તાફહુસેન કુંભાર, ઇકબાલ કુંભાર, સોહિલ ચાકી, જરીનાબેન કુંભાર અને નૂરમામદ કુંભારે જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ રે. સર્વે નં. 525/1વાળી જમીન 2015થી હિંમત લીલાધર દામાના નામે બિનખેતી થયેલી છે.

જમીનનો કેટલોક ભાગ માપણી વધારા સબબ શ્રીસરકાર થયેલો છે. સરકાર હસ્તકની જમીનના ભાગ ઉપર કેટલાક માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે પ્લોટિંગ પાડી વેચવાનું શરૂ કરાયું છે. જમીન પર 100 વારના 84 પ્લોટ પાડવામાં આવ્યા છે. અમારી જાણ મુજબ 1 ચો.મી.ના રૂા. 1500ના ભાવ મુજબ 1 કરોડ 26 લાખના ભાવે જમીન વેચવાનું કામ ચાલુ છે.

વધુમાં, જમીન પર ચારેબાજુ અનધિકૃત રીતે દીવાલ બનાવી દેવાઇ છે. જમીનની પાસેથી વરસાદના પાણીના નિકાલ માટેનો વર્ષો જૂનો દેશલસર તળાવના ઓગન માટેનો છેલો આવેલો છે, જેથી ચોમાસામાં જળભરાવ સહિતની સમસ્યાઓ પેદા થશે. વહેલીતકે માથાભારે શખ્સોને કાયદાનો પરચો બતાવાય તેવી અરજ રજૂઆતકર્તાઓ દ્વારા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...