તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકમામાં ગાય આધારિત સજીવ ખેતી તાલીમ શિબિર

ભુજ: રામકૃષ્ણટ્રસ્ટ માધાપર દ્વારા ગાય આધારિત સજીવ ખેતી વિશેની નિશુલ્ક ત્રિદિવસીય તાલીમ શિબિર કુકમાના ચિંતન ફાર્મ ગૌકૃષિ સંશોધન વિસ્તરણ કેન્દ્ર ખાતે યોજાશે. ૧ર,૧૩ અને ૧૪ જૂનના યોજાનારા પૂર્ણ દિવસના સેમિનારમા ખેતીના તમામ પાસાઓને આવરી લેવાશે. શિબિરનો સમય સવારે ૧૦ થી સુધીનો રહેશે, જેમા ખેડૂતોને સહ પરિવાર જોડાઇ શકશે . શિબિરમાં સજીવ ખેતીની વિભાવના, પોષણ વ્યવસ્થા, ખેડ, વાવણી, વિખેડા, નિંદામણ નિયંત્રણ, પાકની ફેરબદલી, પિયત વ્યવસ્થા, રોગ જીવાત નિયંત્રણ, બીજ વ્યવસ્થા, ગૌપાલન, માર્કેટીંગ, વેલ્યુ એડીશન વગેરે વિષયોનું માર્ગદર્શન વિવિધ સત્રોમા અપાશે. નામ નોંધાવવા ૯૪૨૬૫ ૮૨૮૧૦, ૯૯૨૫૧૭૪૬૯૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...