તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવા ડગાળામાં જ્વેલર્સની દુકાનમાંથી 53000ની ચોરી

નવા ડગાળામાં જ્વેલર્સની દુકાનમાંથી 53000ની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના નવા ડગાળા ગામમાં આવેલી જ્વેલર્સ શોપમાં ત્રાટકેલા તસ્કરો 53000 રૂપિયાનો મુદ્દામાલ લઇ ફરાર થઇ ગયા છે. ચોરીની ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યાના અરસામાં ઘટી હતી.

હિતેશ દામજી સોનીએ પધ્ધર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ તેમની શિવ જ્વેલર્સ નામની દુકાન બંધ કરીને રાત્રે 9 વાગ્યે બાદ શનિવારે સવાર સુધીના કોઇ પણ સમયગાળામાં તેમની દુકાનના દરવાજામાં લાગેલું તાળું તોડી ચોરીના બનાવને અંજામ અપાયો હતો. તસ્કરો દુકાનમાંથી ટીવી, દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડિજિટલ વીડિયો રેકોર્ડર ઉઠાવી ગયા હતા, તો દુકાનની પાસે હરિલાલ વરચંદ નામની વ્યક્તિએ પાર્ક કરેલું બાઇક તસ્કરો હંકારી રફુચક્કર થઇ ગયા હતા.

ચોરીનો બનાવ પ્રકાશમાં આવતાં પધ્ધર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. ચોરીના બનાવમાં કોઇ જાણભેદુનો હાથ હોવાનું પોલીસ પ્રાથમિક તબક્કે માની રહી છે.

બીજીતરફ ભુજના ગડા પાટિયાના બંધ મકાનમાંથી તસ્કરો એરકન્ડિશન અને ટીવીની ઉઠાંતરી કરી ગયા હતા. શનિવારે સવારે 6:30ના અરસામાં પ્રકાશમાં આવેલા ચોરીના બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે મુંબઇ વસતા મકાન માલિક પ્રેમીલાબેન કોટકે ફરિયાદ નોંધાવી હતી. તસ્કરો બંધ મકાનના નકૂચા તોડી 24000નો મુદામાલ ઉપાડી ગયા હતા. મકાન માલિક પ્રેમીલાબેન લાંબા સમયથી મુંબઇ રહે છે અને શનિવારે તેઓ વતન પાછા ફર્યા ત્યારે તેમને ચોરીની ઘટના અંગે ખબર પડતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...