તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખરોડામાં સગીરાને ગર્ભ રાખનાર મામા સામે ફોજદારી

ખરોડામાં સગીરાને ગર્ભ રાખનાર મામા સામે ફોજદારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતનાખરોડા ગામે રહેતી સગીરા વયની પુત્રી તેના સાવકા મામાના પ્રેમમાં સબંધમાં આઠ માસનો ગર્ભ રહી જતા ઉશ્કેરાયેલાં પિતાએ છરી વડે પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી નાખી હતી, એક વર્ષ જૂના કિસ્સામાં ભુજ સેશન્સ કૉર્ટે પોલીસને બળાત્કારી સાવકા મામા વિરૂધ્ધ પોક્સો સહિતની કલમ તળે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા પોલીસને આદેશ આપતાં એક વર્ષ બાદ નરાધમ સાવકા મામા સામે ગુનો નોંધવાની ફરજ પડી હતી. ગત 9મી મેના હત્યાનો બનાવ બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો. ખારોડામાં રહેતા મામદ સિધિક ફકીરને તેની 17 વર્ષની સગીર પુત્રીને પેટમાં આઠ માસનો ગર્ભ હોવાની ખબર પડતાં તેણે ઉશ્કેરાઈને છરી વડે પુત્રીના ગળા અને પેટમાં છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. આરોપી પિતા મામદ સિધિક ફકીરની પોલીસે ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. હત્યાના કેસની સુનાવણી ભુજ સેશન્સ કૉર્ટમાં ચાલી હતી જેમા સગીરાની હત્યા કરાઇ હતી તે પહેલા તેનો સાવકો મામા શહેજાદ અસલમ પઠાણ રહે પશ્ચિમ બંગાળ બહેન સાથે ખારોડ ગામે રહેતો હોવાનું સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું હતું નારાયણ સરોવર પોલીસે ગુરૂવારે આરોપી શેહજાદ અસલમ પઠાણ વિરૂધ્ધ પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

સાવકી મા અને તેના ભાઇને ગર્ભની જાણ હતી

હનિફાનેગર્ભ રહિ ગયો હોવાનું તેની સાવકી માતા પરવીન અને તેના શેહજાદ પઠાણને જાણ હતી, જેથી હત્યા પૂર્વે ભાઇ બહેન આગળ પાછળ પશ્ચિમ બંગાળના રવાના થઇ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...