તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડૂત વિરોધી નીતિ સામે આજે ભુજમાં કોંગ્રેસના દેખાવો

ખેડૂત વિરોધી નીતિ સામે આજે ભુજમાં કોંગ્રેસના દેખાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપસરકારની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કોંગ્રસ દ્વારા કરવામાં આવશે. 9મી જુને શુક્રવારે સવારે 11 વાગ્યે ભુજના જ્યુબિલિ સર્કલ પાસે દેખાવો તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના હક્ક - અધિકાર તથા સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે વિરોધ કરાશે. ધરતીપુત્રો માટે અવાજ ઉઠાવનારા રાહુલ ગાંધીને રોકી ભાજપે પ્રજાનો અવાજ દબાવવાનું હિન કૃત્ય કર્યું છે. કપાસ, મગફળી, ડુંગળી, બટાટા, જેવા પાકોમાં ટેકાના ભાવો આપીને ખેડૂતો રાતાપાણીએ રોઇ રહ્યા છે. આવા મુદ્દાઓના વિરોધ કરાશે તેમ ગની કુંભારની યાદીમાં જણાવાયું હતું.

કોંગ્રેસના કારકિર્દી વિશેષાંકનું વિમોચન

કોંગ્રેસપક્ષ દ્વારા પ્રકાશિત કારકિર્દીના ઉંબરે અને ધોરણ 12 પછી શું પુસ્તકનું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 9/6ના સાંજે 5 વાગ્યે ભુજના કોંગ્રેસ ભવનમાં વિમોચન કરાશે.

અન્ય સમાચારો પણ છે...