તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીનો ખેલાડી રાષ્ટ્રિય કક્ષાએ દોડ લગાવશે

માંડવીનો ખેલાડી રાષ્ટ્રિય કક્ષાએ દોડ લગાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનીશાળાનો છાત્ર રાષ્ટ્રિય સ્તરે દોડ સ્પર્ધા માટે પસંદગી પામતાં જિલ્લાની સાથે સૌ કોઇએ ગૌરવની લાગણી અનુભવી છે.

15મી ફેડરેશન કપ નેશનલ જુ. એથ્લેટિક હરિફાઇ આગામી 10મીથી 12મી જૂન દરમિયાન લખનૌમાં યોજાનારી છે. હરિફાઇમાં પસંદગી પામવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પસંદગી રાઉન્ડનું અાયોજન કરાયું હતું.

માંડવીની એસ.કે.આર.એમ. સ્કૂલના ધો. 11માં અભ્યાસ કરતા આશિષ નારાણ ગઢવીએ 800મી. દોડની સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ ક્રમ મેળવતાં તેમની રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી થઇ હતી. પહેલાં પણ આશિષ 2016-17માં પૂના ખાતે યોજાયેલી 62મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

છાત્રની સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી ટ્રસ્ટીઓ, આચાર્ય, ગામના અગ્રણીઓ, કોચ રામદેવસિંહ ઝાલા, કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવી સહિતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યાં હતાં.

આશિષ ગઢવી

અન્ય સમાચારો પણ છે...